શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (12:38 IST)

Bharti Singh: પુત્ર ગોલાને કાનુડો બનાવીને ભારતીયે શેયર કર્યો ક્યુટ વીડિયો, ફેંસે લુટાવ્યો પ્રેમ

પોતાની કોમેડીથી ફેંસને હસાવીને લોટપોટ કરનારી ભારતી સિંહ હાલ પોતાના પરિવારને ભરપૂર સમય આપી રહી છે. ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. મોટાભાગે ફેંસ સાથે પોતાની અને ફેમિલીની તસ્વીરો અને વીડિયો શેયર કરતી જોવા મળે છે.  ફેંસ પણ ભારતીના પોસ્ટની આતુરતથી રાહ જુએ છે.  તાજેતરમાં ભારતીએ પોતાના પુત્રના ક્યુટ વીડિયો શેયર કર્યા છે. જે ઈંટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
ઉલ્લેખ નીય છે કે ભારતી સિંહે પુત્ર ગોલાને બાળ કૃષ્ણ બનાવ્યો છે. કનૈયાના પોશાકમાં ભારતીએ પુત્રનો આ ક્યુટ વીડિઓ ફેંસ સાથે શેયર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાએ ગોલાને પોતાના ખોળામાં લીધો છે અને તે તેને રમાડતા દેખાય રહ્યા છે.  ગોલા પણ પપ્પા સથે ખૂબ હસી રહ્યો છે.  ગોલાના હાસ્ય પર ફેંસ ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે. 
વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી સિંહે પુત્રને પીળા રંગનો કૂર્તો પહેરાવ્યો છે અને તેના માથા પર મોરપંખ સજાવ્યુ છે.  આ સાથે જ ભારતી સિંહે ખૂબ જ સારુ કેપ્શન લખ્યુ છે. વીડિયો સાથે એક ખૂબ જ સરસ ભજન - લગન તુમસે લગા બેઠી, જો હોગા દેખા જાયેગા.. બૈકગ્રાઉંડમાં સંભળાઈ રહ્યુ છે તેમણે લખ્યુ છે, "બધુ જ આપવા માટે આભાર ભગવાન જી.  
 
ભારતી સિંહના વીડિયો પર ફેંસ પણ ખૂબ રિસ્પોંસ આપી રહ્યા છે. નાનકડા કનૈયાના રૂપમાં ગોલાની માસુમિયત પર ફેંસ ફિદા થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યુ, અમારો નાનકડો બાળ ગોપાલ. યુઝર્સ જ નહી સેલેબ્સ પણ ભારતીના વીડિયો પર રિએક્ટ કરી રહ્યા છે. નીતિ મોહને લખ્યુ છે લડ્ડુ ગોપાલ છે આ.. લિટલ ક્રિષ્ણા આટલો પ્યારો.