Bharti Singh- ભારતી સિંહએ આપ્યુ બાળકને જન્મ, પણ આ ઈચ્છા પૂરી ન થઈ
હાસ્યની રાણી ભારતી સિંહ (Bharti Singh) માતા બની ગઈ છે. કોમેડિયને પુત્રને જન્મ આપ્યો છે. ભારતી સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. ભારતી અને હર્ષે એક જ પોસ્ટ શેર કરી અને લખ્યું, 'It's a BOY'. સ્ટાર કપલે પ્રેગ્નન્સી ફોટોશૂટની એક સુંદર તસવીર શેર કરી છે. ફોટોમાં ભારતી અને હર્ષ ખૂબ જ સુંદર અંદાજમાં એકબીજા સાથે જોવા મળી રહ્યા છે.
છેલ્લા દિવસ સુધી વર્કફ્રન્ટમાં સક્રિય
ભારતી તેની ગર્ભાવસ્થા દરમિયાન તેના વર્કફ્રન્ટમાં સક્રિય રહી છે. ભારતીએ ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કર્યું છે. દરરોજ પાપારાઝી શૂટિંગના સેટ પર ભારતીને જોતા હતા અને ભારતીના તમામ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા.