ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 3 એપ્રિલ 2022 (17:56 IST)

બોલીવુડનું આ કપલ કરી રહ્યું છે લગ્ન

રણબીર અને આલિયા ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે બંને આરકે હાઉસમાં જ સાત ફેરા ફરશે.
 
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગયા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને મોટેભાગે સાથે સ્પોટ કરવામાં આવે છે. કપલનાં ફેંસ બંનેનાં લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો હવે રણબીર - આલિયાનાં ફેંસ માટે એક ખુશખબર છે.  હવે ખબરો આવી રહી છે કે રણબીર અને આલિયા જલ્દી જ લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જેનાં માટે કપૂર પરિવારે તીયારીઓ પણ શરુ કરી દીધી છે. 
 
આ વર્ષે એપ્રિલ મહિનામાં સાત જન્મના સાત ફેરા લઈ શકે છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જોરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સ્ટોર પર જોવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જોવા મળ્યો છે. આલિયાના ફેન્સ અત્યારે દ્રઢપણે માની રહ્યા છે કે, કપૂર પરિવાર તેમની પુત્રવધૂને ઘરે લાવવાની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે.