રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (12:00 IST)

દીપિકા પાદુકોણે ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સાથે કરી મુલાકાત

બોલીવુડની લેડી સુપરસ્ટાર દીપિકા પાદુકોણ હાલ તેની આવનારી ફિલ્મ 'છપાક' ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. આ જ દરમિયાન દીપિકાએ ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની સાથે મુલાકાત કરી હતી.
 
દીપિકા પાદુકોણે પોતાના ઇનસ્ટાગ્રામ પર શ્રદ્ધા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે કેપસનમાં લખ્યું હતું કે "વાઇટ ઢોકલા નોટ યલ્લો..."
 
આ મુલાકાત અંગે વાત કરતા શ્રદ્ધાએ કહ્યું કે, મારા માટે ફિલ્મ લાઇનમાં જવું ઘણું અઘરું હતું. હું જ્યારે પહેલી વખત ઓડિશન આપવા ગઇ હતી ત્યારે ખુબ ડરી ગઇ હતી. તે બાદ મે દીપિકાના "ઓમ શાંતિ ઓમ" ના ઓડિશન જોયા. જેમાંથી હું ઘણું જ શીખી.
 
હવે વાત ફિલ્મોની કરીએ તો  દીપિકા જલદી જ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં જોવા મળશે. જે એસિડ અટેકસર્વાઇવર લક્ષ્મીના જીવન પર આધારિત છે. તે ઉપરાંત કબીર ખાનની '83' માં પણ જોવા મળશે.