સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (17:08 IST)

આશા ભોસલે એ બહેન લતા મંગેશકરને આપી જન્મદિવસની શુભેચ્છા, પીએમ મોદીએ કહી આ વાત

સ્વરા કોકિલા લતા મંગેશકરનો આજે એટલે કે  28 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. લતા મંગેશકર(Legendary singer Lata Mangeshkar)   આજે તેમનો 91 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ વિશેષ પ્રસંગે દુનિયાભરના લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લતા મંગેશકરની બહેન આશા ભોંસલે પણ તેની બહેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે
 
આશા ભોંસલેએ એક તસવીર શેર કરી છે અને લખ્યું છે- લતા દીદીને 91માં જન્મદિવસની શુભકામના. આ તસવીર અમારા બાળપણના દિવસોની યાદ અપાવે છે જેમાં દિદી ડાબી બાજુ બેઠેલી જોઇ શકાય છે અને મીના તાઈ અને હું તેની પાછળ ઉભા જોવા મળી રહ્યા છે. આશા ભોંસલેની આ તસવીરને ચાર હજારથી વધુ લોકોએ પસંદ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમના 91 મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, "આદરણીય  લતા દીદી સાથે વાત કરી અને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી." તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા. લતા દીદી એ ઘર-ઘરમાં જાણીતુ નામ છે. હંમેશા તેમો સ્નેહ અને આશીર્વાદ મળ્યો છે જેથી હુ ખુદને ભાગ્યશાળી અનુભવુ છુ.