રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2019 (08:29 IST)

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લતા મંગેશકરની મુલાકાતે

લિજેન્ડરી ગાયિકા લતા મંગેશકર લગભગ  અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. સમય સમય પર, કોઈ મોટી વ્યક્તિ તેમની સંભાળ લેવા આવે છે. શુક્રવારે મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ લતા દીદીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા
 
90 વર્ષના સિંગર લતા મંગેશકર ખરાબ તબિયતના કારણે ગત કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. આ વચ્ચે મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેએ બ્રીચ કેન્ડી હોસ્પિટલ જઇને લતા મંગેશકરના ખબર પૂછી. લતા મંગેશકર અહીં આઇસીયુમાં દાખ છે. તેમને 11 નવેમ્બરે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ બાદ સિંગરને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.
 
લતા મંગેશકરનું કરિયર 70 વર્ષથી પણ વધારે લાંબુ રહ્યું તેની સાથે જ તેમણે હજારો ગીતમાં તેમનો અવાજ આપ્યો છે. લતા ભારતીય સિનેમાની સૌથી મહાન પાર્શ્વ ગાયિકા તરીકે માનવામાં આવે છે. 2001માં દેશના સૌથી મોટા એવોર્ડ ‘ભારત રત્ન’થી તેમને સમ્માનિત કરવામાં આવ્યા હતા.