શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (11:36 IST)

આ દેશ એ KFCના રેસ્ટોરેંટને બંધ કરવાનો લીધો નિર્ણય, બતાવ્યુ આ કારણ

મંગોલિયામાં કેએફસીના રેસ્ટોરેંટમાં ખાવાનુ ખાવાથી 200થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી અધિકારીઓએ દેશની રાજધાનીમાં કેએફસીના બધા રેસ્ટોરેંટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. 
 
પહેલો મામલો આ મહિનાની શરૂઆતમાં સામે આવ્યો હતો. જ્યારે કંપનીના રેસ્ટોરેંટમાં મરધાનુ સેકેલુ માંસ ખાધા પછી 16 લોકોને ડાયેરિયા, ઉલ્ટી અને તાવ સહિત ઝેરીલા ભોજનના લક્ષણ જોવા માળ્યા હતા. 
 
ઉલાનબટોરના મહાનગરના પેશેવર તપાસ વિભાગે જણાવ્યુ કે આવા 247 મામલાની રિપોર્ટ કરવામાં આવી છે અને 42 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિભાગે દેશની રાજધાનીમાં સ્થિત કેએફસીના બધા 11 રેસ્ટોરેંટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને આવા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
શરૂઆતની તપાસમાં એવુ જાણવા મળ્યુ કે રેસ્ટોરેંટના 35 કર્મચારીઓએ ભોજન પકવતા પહેલા માંસની ગુણવત્તાનુ સારી રીતે ચેકિંગ ન કર્યુ. તેમાથી મોટાભાગની ચિકિત્સકીય પરીક્ષણ રિપોર્ટ ખાલી છે. જે ગેરકાયદેસર છે. રેસ્ટોરેંટની અંદર સ્વચ્છતા પ્રબંધનો પણ અભાવ છે. 
 
રેસ્ટોરેંટૅમાં પાણીની અંદર ક્લેબસીલા એસપીપી નામના બેક્ટેરિયાની જાણ થઈ છે. સોડા મશીનમાં ઈ-કોલાઈ બેક્ટેરિયાના પણ નિશાન મળ્યા છે અને ચાર લોકો શિગેલા રોગાણુના સંપર્કમાં આવ્યા છે. જેને કારણે કેએફસી કર્મચારીઓના સંપર્કમાં આવ્યા પછી લોકોને ડાયેરિયા અને તાવની તકલીફ થઈ.