ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (18:50 IST)

જાણો 40 વર્ષ પહેલા મુંબઈમાં કયો વેપાર કરતા હતા ઉદ્દવ ઠાકરે ?

ઉદ્ધવ ઠાકરેએ આજે મહરાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લીધી છે.  શપથ લેતા જ તેમને ઈતિહાસ રચ્યો. પણ ઠાકરે પરિવારના પહેલા સભ્યન અરૂપમાં મુખ્યમંત્રી બન્યા છે. ઉદ્ધવ વિશે શુ આપ જાણો છો કે લગભગ 35-40 વર્ષ પહેલા તેઓ શુ કરતા હતા ?
 
ઉદ્દવ ઠાક્રે મુંબઈના પ્રભાદેવી વિસ્તારની સંજય સોસાયટીની એક દુકાનમાંથી ખુદનો ડિસ્પ્લે એડવરટાઈઝિંગનો વેપાર કરતા હતા. ઉદ્ધવ સવારે 10 વાગ્યે કાર્યસ્થળ્પર આવતા હતા અને સાંજે 7 વાગ્યે ત્યાથી નીકળી જતા હતા. 
 
કોઈને ન કહ્યુ કે તેઓ બાલ ઠાકરેના પુત્ર છે. 
 
 
સંજય સોસાયટીના જ રહેનારા સુધીર મુંગેકર એ દિવસોને યાદ કરતા કહે છે ખાસી સમયમાં ઉદ્ધવ બિલ્ડિંગના લોકો સાથે વાત કરતા હતા.  તેમણે ક્યારેય કોઈને એ નહી જણાવ્યુ કે તેઓ બાલ ઠાકરેના પુત્ર છે. તેઓ ખૂબ વિનમ્ર અને મુદુભાષી છે. અસલમાં લોકો જ ઉત્સુક્તાવશ તેને જોવા આવતા હત કે તેઓ બાળા સાહેબના પુત્ર છે.  ખુદ તેમના મોઢે તેમણે કોઈને નહી કહ્યુ કે તેઓ બાલ ઠાકરેના પુત્ર છે. 
 
સોસાયટીના જ વિજયનાથ શેટ્ટી કહે છે, 'જ્યારે નાના બાળકો ક્રિકેટ રમતા હતા અને બોલ ઉદ્ધવની દુકાનની અંદર જતી રહેતી હતી તો બાળકો ત્યા જતા ગભરાતા હતા પણ ઉદ્દવ ખુદ હસતા અને બોલ પરત કરી દેતા હતા. 
 
રાજનીતિ પર વાત નહોતા કરતા ઉદ્દવ 
 
મુંગેકરના મુજબ એ દિવસો દરમિયાન ઉદ્દવ ક્યારેય રાજનીતિ પર વાત નહોતા કરતા. તે લોકોને વાત તો કરતા પણ ક્યારેય રાજનીતિ પર નહી. એ દિવસોમા તેઓ ફક્ત ફોટોગ્રાફી અને પ્રકૃતિ પર જ વાત કરતા હતા. આજે જ્યારે ક્યારેય ઉદ્દવ આ રસ્તા પરથી પસાર થશે તો થોડા રોકાઈને હાલચાલ જરૂર પૂછશે. 
 
શેટ્ટી કહ્યુ, એ દિવસો દરમિયાન ઉદ્દવ પાયજામા સાથે કુર્તા પહેર્યો હતો.  તેમના ચેહરા પર ક્યાય પણ કોઈ પ્રકારનો દંભ નહોતો દેખાતો. તેઓ અહી ટેક્સીમાં આવતા હતા.  ઉદ્ધવે આ દુકાનને 5 થી વધુ વર્ષ સુધી પોતાની પાસે રાખ્યુ. પછી તેમણે પોતાનો વેપારને બંધ કરી દીધો.