રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2024 (13:13 IST)

દુનિયાના જાણીતા અભિનેતાનુ મોત, 24 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Lee Woo Ri
Lee Woo Ri

Lee Woo Ri Passes Away: ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. કોરિયન ફિલ્મોના જાણીતા વૉયસ એક્ટર અને સિંગ ર લી વૂરી  (Lee Woo Ri) એ માત્ર 24 વર્ષની વયમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. આટલી નાની વયમાં તેમના નિધનથી ફિલ્મ ઈંડસ્ટ્રીમં શોકના વાદળ છવાયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લી વૂ રી નુ નિધન 15 માર્ચના રોજ થયુ હતુ. આ વાતની માહિતી તેમના મિત્ર લી ડાલ લા એ સોશિયલ મીડિયાના એક પોસ્ટ દ્વરા આપી.. ચાલો જાણીએ લી વૂ રી કોણ હતા?
 
કોણ હતા લી વૂ રી ?

 
ઉલ્લેખનીય છે કે કોરિયન સિંગર લી વૂ રી એક ઉભરતા સિંગર હતા જેમનો જન્મ 8 ફેબ્રુઆરી 2000ના રોજ થયો હતો. સિંગરને તેની અસલી ઓળખ ગેન્સિન ઇમ્પેક્ટથી મળી. 24 વર્ષની વયે તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે.
 
મિત્રએ કરી મોતની ચોખવટ 
ગાયક લી વૂ રીના નિધનની દુઃખદ માહિતી તેમના ખાસ મિત્રએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે કહ્યું કે રી એક દિવસ પહેલા જ અમને છોડીને જતા રહ્યા હતા.  એવું જાણવા મળ્યુ છે કે ગાયકના અંતિમ સંસ્કાર પર્સનલ રાખવામાં આવશે, ફક્ત તેમના પરિવારના સભ્યો અને ખૂબ નિકટના લોકો શ્રદ્ધાંજલિ આપશે. જો કે હજુ પણ લોકોને ગાયકના મોત પર વિશ્વાસ થઈ રહ્યો નથી.