બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ, , ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (12:57 IST)

એસ.કે. દાસની શોર્ટ ફિલ્મ માસ્ક દેશ-વિદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી પ્રશંસા પામી અને અનેક અવૉર્ડ મેળવ્યા

દિગ્દર્શક એસ. કે. દાસની શોર્ટ ફિલ્મ માસ્ક મુંબઈમાં 6 ડિસેમ્બર 2020ના યોજાયેલા 9મા મુંબઈ શોર્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2020માં ચર્ચાનો વિષય બનવાની સાથે એની ઘણી પ્રશંસા થઈ અને અનેક અવૉર્ડ પણ મેળવ્યા.
 
ઓરિસા પ્રશાસનિક સેવાના એક વરિષ્ઠ અધિકારી શ્રી શ્વેતા કુમાર દાસ દ્વારા દિગ્દર્શિત ઓરિસા લઘુ ફિલ્મ માસ્કે ઓરિસામાં અંગ્રેજી સબટાઇટલ સાથેની 7 મિનિટ 18 સેકંડની ફિલ્મ એક ગરીબ છોકરા (અજય ચૌધરી)ના સંઘર્ષની આસપાસ ઘૂમે છે, જે એના પરિવાર માટે આજીવિકા રળવા માટે એની માતા દ્વારા બનાવાયેલા માસ્ક વેચવાનું કામ શરૂ કરે છે. પરંતુ ઓછી કિંમતને કારણે અને આકર્ષક ન હોવાથી વધુ લોકો એ ખરીદતા નથી. ફેસ્ટિવલના જ્યુરીના સભ્યોએ માસ્કને કોવિડ-19 પરની શ્રેષ્ઠ જાગરૂકતા ફેલાવતી ફિલ્મ તરીકે પસંદ કરી હતી. બેરહમપુરમાં એક ગરીબ પરિવારમાં રહેતા એક નાના બાળક અજય ચૌધરીના જાનદાર અભિનયને જ્યુરીના સભ્યોની પણ બહોળી પ્રશંસા મળી હતી.
 
 હાલ આર્જેન્ટીનામાં યોજાયેલા ક્વૉરન્ટાઇન ઇમેજ ફિલ્મ ફેસ્ટિવલ 2020માં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પીપલ્સ ચૉઇસ અવૉર્ડ જીત્યો હતો. એ અગાઉ ફિલ્મે ફ્લિકફેરમાં નામાંકિત વ્યક્તિઓની અંતિમ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. અને યુકેમાં પહેલીવાર ફિલ્મ સમારોહમાં વ્યાપક પ્રશંસા મેળવી હતી. એને અધિકૃત રીતે ભારતની એકમાત્ર ફિલ્મ તરીકે ટેહરનમાં યોજાયેલા 16મા રેઝિસ્ટન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ફાઇનલ માટે પસંદ કરવામાં આવી હતી.
 
 ફિલ્મ અંગે એસ. કે. દાસ કહે છે કે, કોરોના વાઇરસના ફેલાવો ઓછો કરવા માટે, મેં આ શોર્ટ ફિલ્મ માસ્ક બનાવી. જેને માટે ઓરિસાના માનનીય મુખ્યપ્રધાન, ગવર્નર અને માનનીય સંસદસભ્યો વગેરેએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મને અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ.
 
        શ્રી એસ. કે. દાસે આ અગાઉ શોર્ટ ફિલ્મ સન્ની – ધ સન ઑફ રિવર મહાનદી બનાવી હતી જેને માટે ઓરિસા સરકાર દ્વારા અવૉર્ડ એનાયત કરાયો હતો. ઉપરાંત નિર્ભયા કાંડ પર બનેલી હિન્દી ફીચર ફિલ્મ દિલ્હી બસમાં ફિલ્મના પટકથા અને સંવાદ લખવામાં પણ ભાગીદારી કરી હતી.