શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (20:46 IST)

પ્રેગ્નેંટ નુસરત જહાએ પાણીમાં લગાવી આગ, સ્વીમિંગ પુલનો બોલ્ડ ફોટોશૂટ વાયરલ

તૃણમૂળ કોંગ્રેસ સાસદ અને અભિનેત્રી નુસરત જહાં પોતાના  લેટેસ્ટ ઈંસ્ટાગ્રામને લઈને ચર્ચામાં છે. તેણે પોતાના ફોટોશૂટનો વીડિયો શેયર કર્યો છે. તેમા તે સ્વીમિંગ પુલમાં પાણી સાથે રમતી જોવા મળી રહી છે. નુસરતનો આ શૂટ ફેંસને પસંદ આવી રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક લોકો તેને ક્રિટિસાઈઝ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી તે પ્રેંગ્નેંસી અને પતિ નિખિલ જૈન સાથે વિવાદના સમાચારથી ચર્ચામાં છે. 

નુસરત જહાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પ્રેગ્નન્સીના સમાચારો વચ્ચે તેણે ઈંસ્ટાગ્રામ પર તે કેટલીક તસવીરો શેયર કરી ચુકી છે. હવે તેણે એક ફોટોશૂટ શેયર કર્યું છે. જેમા તે પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું છે, નો રિસ્ક, નો સ્ટોરી. 
 
નુસરતે લગ્નને બતાવ્યા ગેરકાયદેસર 
 
પ્રેગનેંસી અને નિખિલ સાથે વિવાદના સમાચાર બાદ નુસરત જહાંનું સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. જેમા તેણે કહ્યું હતું કે નિખિલ સાથે તેનું લગ્ન ગેરકાયદેસર છે. આ પછી જ તેની એક તસવીર બહાર આવી જેના બેબી બમ્પ દેખાઈ રહ્યા હતા. અહેવાલો અનુસાર નિખિલ કહે છે કે તે નુસરતનાં બાળકનો પિતા નથી.
 
બોલી - નિખિલ સાથે લિવ-ઈન રિલેશન 
 
નુસરત જહાં દાવો કરે છે કે તેણે 2019 માં તુર્કીમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ભારતીય કાયદા અનુસાર માન્ય નથી. તેઓ કહે છે કે તુર્કી મેરેજ રેગ્યુલેશન મુજબ તેમના લગ્ન થયાં છે, તેથી ભારતમાં તે ગેરકાયદેસર છે.  અને ઉપરથી બીજા ધર્મમાં લગ્નની વાત છે, તો તે માન્યતા માટે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન થવા જોઈએ, જે બન્યું નહીં. નુસરત માને છે કે આ અર્થમાં આ લગ્ન નહોતા પણ રિલેશનશિપ અથવા લિવ ઈન રિલેશન હતી.