સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :ઈસ્લામાબાદ. , શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (16:55 IST)

Flashback 2019 - પાકિસ્તાનમાં આ વર્ષે Google પર છવાયેલા રહ્યા વિંગ કમાંડર અભિનંદન અને સારા અલી ખાન

વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન અને બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન વર્ષ 2019 દરમિયાન  પાકિસ્તાનમાં છવાયેલા રહ્યા. બંને આ વર્ષે પાકિસ્તાનમાં Google પર સૌથી વધુ સર્ચ થનારા ટોચના 10 લોકોમાં સામેલ છે. ભારતીય રિયાલિટી ટીવી શો બિગ બોસ - સીઝન 13  બીજી મોસ્ટ ટ્રેડિંગ સર્ચ રહી. જ્યારે કે ટીવી શો મોટુ પતલુ આ યાદીમાં આઠમાં સ્થાન પર રહ્યુ. આ લિસ્ટ શોધાયેલા શબ્દોના આધાર પર તૈયાર કરવામાં આવ્યુ છે. જે આ વર્ષે ગયા વર્ષના મુકાબલે વધુ સર્ચ કરવામાં આવ્યુ. 
 
યાદીમાં છઠ્ઠા સ્થાન પર રહી સારા અલી ખાન 
 
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને પાકિસ્તાનમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા લોકોની યાદીમાં છઠ્ઠુ સ્થાન મેળવ્યુ છે.  સારા પોતાની બોલીવુડ ફિલ્મો અને ફેશન સેંસ માટે માટે ઓળખાય છે. આ ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અને કુલી નંબર 1 ની રિમેકમાં વરુણ ધવન સાથે દેખાશે. 
9માં નંબર પર વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન રહ્યા 
 
લિસ્ટમાં 9માં નંબર પર વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન રહ્યા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચે ડૉગ ફાઈટ દરમિયાન કથિત રૂપે પાકિસ્તાની વિમાન  F-16ને ઠાર કર્યા પછી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયા હતા. આ દરમિયાન તેમનુ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. તેમની પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હતી. અભિનંદન પાકિસ્તાની કૈદમાં બે દિવસ સુધી રહ્યા પછી વાઘા-અટારી સીમાના માધ્યમથી 1 માર્ચના રોજ પરત ફર્યા. 
 
અદનાન સામી પણ યાદીમાં 
થોડા વર્ષ પહેલા ભારતીય નાગરિકતા મેળવનારા પાકિસ્તાની ગાયક અદનાન સામીએ પણ ઈંટરનેટ પર સૌથી વધુ શોધાનારા લોકોની યાદીમાં સ્થાન બનાવ્યુ છે.  બોલીવુડ ફિલ્મો કબીર સિંહ અને ગલી બોયને આ વર્ષે પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવનારી ફિલ્મોમાં પાંચમુ અને દસમુ સ્થાન મળ્યુ. 
 
યાદીમાં સામેલ અન્ય લોકો 
 
યાદીમાં અન્ય લોકોમાં પાકિસ્તાની અભિનેત્રી નૈગલ ખાવર ખાન, ચોકલેટી હીરો તરીકે ઓળખાતા વહીદ મુરાદ, ક્રિકેટર બાબર આઝમ, આસિફ અલી અને મોહમ્મદ આમિર ઉપરાંત ન્યુઝ એંકર મદીહા નકવી સામેલ છે.