1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (12:14 IST)

Pallavi Joshi Accident: 'ધ કાશ્મીર ફાઇલ્સ' અભિનેત્રી પલ્લવી જોશીનો થયો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

Pallavi Joshi
Pallavi Joshi Accident: ધ કશ્મીર ફાઈલ્સની અભિનેત્રી પલ્લવી જોશીનો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પલ્લવી એક ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન એક વાહન કંટ્રોલથી બહાર થઈ ગયુ અને તેને ટક્કર મારી દીધી. પલ્લવી હૈદારાબાદમાં ધ વેક્સીન વૉરનુ શૂટિંગ કરી રહી હતી.  આ દરમિયાન દુર્ઘટના થઈ છે. આ ફિલ્મને વિવેક ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ડાયરેક્ટ કરી રહ્યાક છે 
જે ઈજાગ્રસ્ત થયા બાદ શૉટ પૂર્ણ કરવામાં આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલ્લવી જોશીએ ઈજાગ્રસ્ત થયા બાદ પોતાનો શોટ પૂર્ણ કર્યો હતો. જે બાદ તેણી સારવાર માટે ગઈ હતી. હાલ તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બિલકુલ સ્વસ્થ છે. પલ્લવી ખૂબ જ સારી એક્ટર છે. ધ કાશ્મીર ફાઇલ્સમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.
 
કાશ્મીર ફાઈલ્સને વખાણની સાથે ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. એક તરફ કેટલાક કાશ્મીરી પંડિતોએ તેને પ્રશંસનીય પગલું ગણાવ્યું તો બીજી તરફ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કેટલાક ન્યાયાધીશોએ આ ફિલ્મને પ્રચાર આધારિત ફિલ્મ ગણાવી. જોકે, લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. જે બાદ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ વેક્સીન વોરની જાહેરાત કરી હતી. જેનું શૂટિંગ હાલ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.
 
ફિલ્મ મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 15 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મલયાલમ સહિત 10 ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોવિડ સમયગાળા દરમિયાન રસી બનાવવા માટે બનાવવામાં આવી છે.