પાણીપુરી ખાતી જોવા મળી સોનાક્ષી સિન્હા, અભિનેત્રીનુ રિએક્શન જોઈને તમને પણ હસી પડશો

sonakshi
Last Modified બુધવાર, 31 જુલાઈ 2019 (14:42 IST)
બોલીવુડની દબંગ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી પાણી પુરી ખાતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ફેંસ પણ ખૂબ મજા લઈ રહ્યા છે. સોનાક્ષી સિન્હાનો આ મજેદાર વીડિયો તેમના ફૈન ક્લબે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલા પ્રેમથી પોતાના હાથે સોનાક્ષી પાની પુરી બનાવી રહી છે.
એ જેટલા પ્રેમથી પાણીપુરી બનાવી રહી છે એટલા જ ઉત્સાહથી તે ખાઈ પણ રહી છે.
આ વીડિયોમાં સોના વાઈટ આઉટ ફિટમાં જોવા મળી રહી છે.

હવે સોનાક્ષીના વર્કફ્રંટની વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે સોનાક્ષી ફિલ્મ ખાનદાની શફાખાનામાં જોવા મળવાની છે. આ ફિલ્મ 2 ઓગસ્ટ 2019ના રોજ રજુ થશે.
આ ફિલ્મમાં સોનક્ષી ઉપરાંત બાદશાહ અને વરુણ શર્મા પણ લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સોનાક્ષી મલ્ટીસ્ટારર ફિલ્મ મિશન મંગલમાં પણ જોવા મળશે.
સોનાક્ષીની આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રજુ થશે.
આ ઉપરાંત સોનક્ષી સલમાન ખાન સાથે પણ એકવાર ફરી દબંગ 3માં જોવા મળશે.
આ પણ વાંચો :