સોનાક્ષી સિન્હાએ ઓનલાઈન શોપિંગ કરવુ પડ્યુ મોંઘુ, મંગાવ્યો હેડફોન અને મળ્યો લોખંડનો ટુકડો !!

Last Modified ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (11:04 IST)
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ને ઓનલાઈન શોપિંગ કરવુ ખૂબ જ મોંઘુ પડી ગયુ છે. આ વાતનો ખુલાસો ખુદ સોનાક્ષીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સોનાક્ષીએ અમેજન (Amazon)
પરથી હેડફોન મંગાવ્યો પણ બદલામાં તેને લોખંડનો ટુકડો મળ્યો. આ વાતથી નારાજ સોનક્ષીએ અમેજનની ક્લાસ લીધી અને જણાવ્યુ કે આ પૂરા મામલામાં તે ઠગી અનુભવી રહી છે.
ઉલ્લેખનેયે છે કે તાજેતરમાં જ સોનાક્ષીએ અમેજન પાસેથી પોતાનો એક હેડફોન મંગાવ્યો હતો. પણ જ્યારે પ્રોડક્ટની ડિલીવરી કરવામાં આવી તો પાર્સલ ખોલ્યા પછી તે જોઈને દંગ થઈ ગઈ. તેમણે હેડફોન નહી પણ લોખંડનો એક ટુકડો ડિલીવર કરવામાં આવ્યો છે.

સોનાક્ષીએ ટ્વિટર પર અમેજનને ફટકાર લગાવતા લખ્યુ કે અમેજન મે તમારે માટે હેડફોન્સ મંગાવ્યા હતા પણ આ જુઓ મને શુ મળ્યુ છે. સંપૂર્ણ રીતે પેક્ડ અને ખુલેલો પણ નહી. જોવામાં એકદમ પરફેક્ટ છે. પણ ફક્ત બહારથી. અને હા તમારો કસ્ટમર સર્વિસ મદદ પણ નથી કરવા માંગતો.
જેને કારણે આ સ્થિતિ હવે વધુ બદતર થઈ ગઈ છે.

સોનાક્ષી દ્વારા ટ્વિટર પર કરવામાં આવેલી ફરિયાદ પછી અમેજને તેના પર તરત જવાબ આપ્યો અને કહ્યુ ઓહ.. આ વિશ્વાસ નથી થતો. તમારે માટે તાજેતરનો શોપિંગ અનુભવ અને અમારા સપોર્ટ ટીમ સાથે સંપર્ક કરવાના અનુભવ માટે અમે માફી ચાહીશુ. કૃપા કરીને તમારી માહિતી અહી શેયર કરો. અમે સીધો તમારી સાથે સંપર્ક કરવાનો

ઉલ્લેખનીય છે કે સોનાક્ષીના આ ટ્વીટને જોયા પછી લોકોએ જોરદાર અમેજનની ખિલ્લી ઉડાવી અને એક પછી એક અનેક
ટ્વીટ્સ કર્યા.આ પણ વાંચો :