મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 30 નવેમ્બર 2023 (17:11 IST)

તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં ટૉલીવુડ કલાકારોનો જલવો, અલ્લુ અર્જુનથી લઈને ચિરંજીવી લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા

allu arjun voting
ધુંઆધાર પ્રચાર પછી આજે પરીક્ષાનો સમય આવી ગયો છે. તેલંગાનામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. 119 સીટો પર વોટિંગ થઈ રહ્યુ છે. આ ચૂંટણીમાં 2290 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે.  સમગ્ર પ્રદેશની જનતા આગળ રહીને મતદાન કરવા પહોંચી રહી છે.  જેમા ટોલીવુડના કલાકારો પણ પાછળ નથી રહ્યા. પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરવા માટે ટૉલીવુડ કલાકારો પણ મતદાન કેન્દ્રો પર પહોંચીને વોટ નાખી રહ્યા છે. આ લિસ્ટમાં અનેક મોટા નામી કલાકારોનો સમાવેશ છે. આ કલાકારોની તસ્વીર અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.   
 
ચિરંજીવીએ પણ પરિવાર સાથે કર્યુ મતદાન 
 
ટૉલીવુડના મેગાસ્ટાર ચિરંજીવીએ પણ પોતાના પરિવાર સાથે વોટ નાખ્યો. ચિરંજીવીની સાથે તેમની પત્ની સુરેખા અને નાની પુત્રી શ્રીશા જોવા મળ્યા. લાઈનમાં ઉભા રહીને ચિરંજીવીએ વોટ કાસ્ટ કર્યો. આ દરમિયાન તે ચપ્પલ વગર જોવા મળી. તેમણે ઐયપ્પા દર્શન માટે પહેરાતા કપડા પહેર્યા હતા. 
 
અલ્લૂ અર્જુને કર્યુ મતદાન 

તેલંગાના વિધાનસભા ચૂંટણી માટે પુષ્પા ફેમ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને અભિનેતા અલ્લૂ અર્જુન હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં મતદાન કરવા પહોચ્યા.  સામાન્ય લોકોની જેમ જ અલ્લૂ અર્જુન પણ લાઈનમાં ઉભા રહ્યા. આ દરમિયાન તેઓ આસપાસ ઉભા રહેલા લોકો સાથે વાતચીત પણ કરતા જોવા મળ્યા.  હૈદરાબાદમાં વોટિંગ કર્યા બાદ અભિનેતા અલ્લુઅર્જુને કહ્યુ - હુ તમને બધાને વિનંતી કરુ છુ કે આવો અને જવાબદારી સમજીને તમારો મત આપો. 

જૂનિયર એનટીઆરે કર્યુ મતદાન 

બીજી બાજુ આરઆરઆર ફેમ જૂનિયર એનટીઆરે પણ પોતાના મતનો યોગ્ય પ્રયોગ કરવા પહોચ્યા. જૂનિયર એનટીઆર સાથે તેમની પત્ની અને મા પણ જોવા મળ્યા.  ત્રણેય મતદાન કેંન્દ્ર પહોચ્યા અને લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોતા જોવા મળ્યા.  આનો પણ વીડિયો વાયરલ થયો છે.