મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 2 જુલાઈ 2018 (14:43 IST)

વિનોદ કાંબલીની પત્નીએ ગાયક અંકિત તિવારીના પિતાને મારી થપ્પડ

વિવાદોને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારા પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની પત્ની એંડ્રિયા હેવિટ વિરુદ્ધ મારપીટની એક એફઆઈઆર નોંધાઈ છે.  વિનોદ કાંબલીની પત્ની એંડ્રિયાએ જે વ્યક્તિ પર હાથ ઉઠાવ્યો છે બોલીવુડના જાણીતા સિંગર અંકિત તિવારીના પિતા.   ઉલ્લેખનીય છેકે સિંગર અંકિત તિવારીની ફેમિલી રવિવારે મુંબઈના એક શોપિંગ મોલમાં ગઈ હતી. એ મોલમાં વિનોદ કાંબલી અને તેમની પત્ની પણ હતી.  આ દરમિયાન અંકિતના પિતા રાજેન્દ્ર કુમાર પોતાની પૌત્રી સાથે ગેમ જોનથી ફુડજોન તરફ આવી રહ્યા હતા. ત્યારે ભૂલથી તેમનો હાથ વિનોદ કાંબલીની પત્ની એડ્રિયા હેવિટને ટચ થઈ ગયો. જેના પર ગુસ્સામાં આવીને એડ્રિયાએ  અંકિત તિવારીના પિતા રાજેન્દ્ર કુમારને એક થપ્પડ જડી દીધી.
 
રવિવારને કારણે ભારે ભીડ હતી તો વાગી ગયો હાથ - અંકિતના ભાઈ અંકુરે પોતાની ફરિયાદમાં કહ્યુ કે તેના પિતા બાળકીને ફેરવવા મોલ લઈ ગયા હતા. રવિવાર હોવાથી ખૂબ ભીડ હતી. તેઓ ગેમિંગ જોનની બહાર આવી રહ્યા હતા ત્યારે તેમનો હાથ એડ્રિયાને અડી ગયો. જેનાથી એંડ્રિયાને ગુસ્સો આવ્યો. અંકુરે કહ્યુ કે સમજાવવા જતા કાંબલીએ તેમને ધક્કો માર્યો અને ગાળો બોલવા માંડ્યા. બીજી બાજુ એંડ્રિયાનો આરોપ છે કે આરકે તિવારીએ તેમને જાણીજોઈને ટચ કર્યુ હતુ.