Virushka- વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રથમ મુલાકાતમાં બોલાચાલી થઈ હતી
Virushka- વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બૉલીવુડના પ્રાઉડ પેરેંટ છે. બન્નેની એક દીકરી છે વામિકા જેનો આ કપલે વર્ષ 2021માં સ્વાગત કર્યો હતો. બન્ને પ્રેમ ભર્યા મોમેંટને તો આપણે ઈન્સ્ટાગ્રામ અને ક્રિકેટના મેદાન પર જોઈ રહ્યા છીએ. જો કે, તેમની પ્રથમ મુલાકાત આવી બિલકુલ ન હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રથમ ભેંટ વર્ષ 2013માં એક શેમ્પૂના બ્રાંડની શૂટિંગ દરમિયાન થઈ હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માથી મળવાથી પહેલા જ તેમના ફેન હતા. જેનો એક સાક્ષી તેણે કિંગ ખાનને પણ મંચ પર આપ્યો હતો. વિરાટએ તેમના એક જૂના ઈંટરવ્યૂહમાં જણાવ્યુ હતુ કે અનુષકા શર્મા જ્યારે તે તેને પહેલીવાર મળ્યો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો.
પોતાની નર્વસનેસ ઓછી કરવા માટે વિરાટે અનુષ્કા સામે આવી મજાક કરી હતી, જેને સાંભળીને એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી.
વિરાટએ મજાકમા અનુષ્કાથીએ બોલી હતી આ વાત
વિરાટએ તેમના ઈંટરવ્યૂહમાં જણાવ્યુ કે જ્યારે તે પહેલીવાર એક એડ શૂટ દરમિયાન જ્યારે તે અનુષ્કાને મળ્યો ત્યારે તેણે અનુષ્કાની હાઈટ અને તેની હીલ્સની મજાક ઉડાવી. તેણે 'રબ ને બના દી જોડી'ની અભિનેત્રીને કહ્યું હતું કે તને નથી લાગતું કે તારી હીલ્સ બહુ ઊંચી છે.
વિરાટએ જણાવ્યુ કે તેમની આ વાતને સાંભળીને અનુષકાને થોડુ ગુસ્સો આવ્યો અને તેણે તરત જવાબ આપતા કહ્ય એક્સક્યુઝ મી. જોકે, ધીમે-ધીમે બંને એકબીજાને સમજી ગયા ત્યારે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. જોકે, અનુષ્કા શર્મા 2014માં વિરાટ કોહલીની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ત્યારે તેમના સંબંધો વિશે અફવાઓ સામે આવી હતી.
સલમાન ખાનએ બચાવ્યો હતો અનુષ્કા વિરાટનો રિશ્તો
વિરાત અનુષ્કાના લગ્નથી પહેલા બન્નેના બ્રેકઅપની સમાચાર સામે આવ્યા હતા. જ્યારે જ્યારે અનુષ્કા અને વિરાટના અલગ થવાના સમાચારે જોર પકડ્યું ત્યારે અનુષ્કા શર્મા સલમાન ખાન સાથે ફિલ્મ 'સુલતાન'નું શૂટિંગ કરી રહી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને બંનેને પોતાના ઘરે બોલાવ્યા હતા અને બંનેનું સમાધાન કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે.