મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2023 (13:06 IST)

Virat Kohli: વિરાટ કોહલી થયો ઘાયલ

virat kohali
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની તાજી ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો બનેલી છે. તેના ફેંસ ખૂબ ચિંતિત છે અને કોહલીની હાલત જાણવાની કોશિશ કરી રહ્યા છે. વિરાટ કોહલીએ સોમવારે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ હૈંડલ પર એક સ્ટોરી શેયર કરી. આ ફોટોમાં કોહલીને સફેદ ટી-શર્ટ પહેરેલ જોઈ શકાય છે અને તેમનો ચેહરા પર કેટલાક નિશાન છે.  તેમણે પોતાના નાક પર પણ બેંડ-એડ લગાવી રાખી છે. પણ તેમના ચેહરા પર સ્માઈલ હતી. કોહલીએ પોતાના ઈસ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેયર કરતા લખ્યુ "તમને બીજા માણસને જોવુ જોઈએ"

 
કોહલીની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને ફેંસ અનેક પ્રકારના આશંકાઓ જગાવી. જો કે વિરાટ એ સ્પષ્ટ ન કર્યુ કે આ ફોટો ક્યારની છે. તેમને તેને કેમ શેયર કરી.  લોકોને લાગતુ હતુ કે આ ફોટો કોઈ જાહેરાતનુ શૂટિંગના હશે. કોહલીને હકીકતમાં વાગ્યુ નથી. મેકઅપ દ્વારા તેના ચેહરા પર ઘાયલ થવાના નિશાન બનાવવામાં આવ્યા છે.  

વિરાટ કોહલીને આરસીબીએ એકવાર ફરી રિટેન કરી લીધો છે. તે આઈપીએલની શરૂઆતથે એજ આ ટીમ માટે રમી રહ્યા છે.  જો કે અત્યાર સુધી તેમની ટીમ ચેમ્પ્યન બની શકી નથી. વિરાટ હજુ પણ ટીમ સાથે જોડાયેલા છે અને 2024માં પહેલી આઈપીએલ ટ્રોફી જીતવાની કોશિશ કરશે. વિરાટે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે અનેકવાર એકથી વધુ આઈપીએલ ટીમોએ તેમની સાથે વાત કરી અને કહ્યુ કે તેઓ ઓક્શનમાં ખુદને સામેલ કરે. પણ કોહલી આ માટે તૈયાર ન થયા. તેઓ પોતાની આઈપીએલ ટીમ આરસીબી સાથે જોડાયેલા રહ્યા. હવે આ ટીમ તેમના જીવનનો એક ભાગ બની ગઈ છે. શક્યતા છે કે વિરાટ કોહલી આ ટીમ માટે રમતા જ આઈપીએલને અલવિદા કહેશે. જો કે એ પહેલા એક ટ્રોફી જીતવી તેમને માટે સુખદ રહેશે.