મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (11:17 IST)

ભારતની હાર બાદ વિરાટ કોહલી તૂટી ગયો, અનુષ્કા શર્માએ પતિને ગળે લગાવીને આપી હિંમત

virat anushka
Virat Kohli Anushka Sharma- વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે, વિરાટ કોહલીએ મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવામાં નિષ્ફળ રહી હતી. આ દરમિયાન એક ફોટો સામે આવ્યો છે, જેમાં વિરાટની પત્ની અનુષ્કા શર્મા તેના પતિને ગળે લગાવતી જોવા મળી રહી છે.
 
સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ ફોટોમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીને ગળે લગાવતી જોવા મળી રહી છે. ફોટોમાં અનુષ્કાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેને જોઈને ચાહકોનું પણ દિલ તૂટી ગયું છે. યુઝર્સ ફોટો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
 
મેચ બાદ અનુષ્કા સાથે વિરાટ કોહલીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી તેના પતિને હિંમત આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન બંનેના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટ જોઈ શકાય છે.