દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ પાઠ ન કરી શકો તો કરી લો આ મંત્રોનો જાપ, માતાની કૃપા પ્રાપ્ત થશે

ma durga
Last Updated: શુક્રવાર, 16 એપ્રિલ 2021 (09:02 IST)
હાલ ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે. નવરાત્રિના પવિત્ર તહેવાર નવ દિવસ સુધી ઉજવાય છે. આ સમયે માતાના નવ રૂપની પૂજા અર્ચના કરાય છે.
નવરાત્રિના સમયે દુર્ગા સપ્તશતી પાઠનુ
પણ ખાસ મહત્વ હોય છે. આ સમયે સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી માતાની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે પણ સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનો પાઠ ન કરી શકો તો કેટલાક મંત્રોનો જપ કરવો.
અહીં જણાવેલા કેટલાક મંત્રોનો જાપ કરવાથી
માતાનો આર્શીવાદ પ્રાપ્ત
થાય છે


કલ્યાણકારી મંત્ર


સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નરાયણી નમોસ્તુતે

આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિના મંત્ર
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ મે પરમં સુખમ
રૂપ દેહિ જયં દેહિ યશો દેહિ દવિષો જહિ

રક્ષા માટે મંત્ર
શૂલેન પાહિ નો દેવિ પાહિ ખડગેન ચામ્બિકે
ઘંટાસ્વનેન ન: પાહિ ચાપજ્યાનિ: સ્વનેન ચ

રોગ દૂર કરવા માટે મંત્ર


રોગાનશેષાનપહંસિ તુષ્ટા રૂષ્ટા ત કામાન સકલાનભીષ્ટાન
ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હૃયાશ્રયતાં પ્રયાંતિ

વિપત્તિને દૂર કરવા અને શુભતા માટે મંત્ર
કરોતુ સા ન: શુભહેતુરીશ્વરી
શુભાનિ ભ્રદ્રાણ્યભિહંત ચાપદ:

શક્તિ પ્રાપ્તિ મંત્ર
સૃષ્ટિસ્થિતિવિનાશાના શક્તિભૂતે સનાતનિ
ગુણાશ્રયે ગુણમયે નારાયણિ નમોસ્તુ તેઆ પણ વાંચો :