સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (00:34 IST)

Chaitra Navratri 2023: નવરાત્રીના ત્રીજા દિવસે આ શક્તિશાળી મંત્રોનો કરો જાપ, મા અંબે કરશે દરેક અધૂરી ઈચ્છા પૂરી

Maa Durga Mantra: જો નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનો મંત્ર જાપ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ સાથે સાધકને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. એટલા માટે તમારે આ દિવસે ચંદ્રઘંટાના મંત્રનો જાપ અવશ્ય કરવો. મંત્ર છે -
 
पिण्डज प्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
 
प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विश्रुता॥
 
આ મંત્રનો 11 વાર જાપ કરવાથી જીવનમાં આવનારી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.
 
ઋણ મુક્તિ મંત્ર
આજે માતા ચંદ્રઘંટા ના આ મંત્ર નો 51 વાર જાપ કરવાથી જલ્દી જ ઋણ થી મુક્તિ મળશે. આ છે મંત્ર-
 
दारिद्रय दुःख भय हरिणी का त्वदन्या
सर्वोपकार करणाय सदार्द चित्ता।
 
ઋણ મુક્તિ ઉપાય 
આજના દિવસે પીળી કોળી અને હર સિંગારનાં જડની  કકું, અક્ષત, ફૂલ, ધૂપ, દીપથી પૂજા કરો અને તેને ધારણ કરો અથવા તમારી પાસે રાખો, આવુ કરવાથી તમને ઋણમાંથી મુક્તિ મળશે.
 
આજે સફેદ કપડામાં પાંચ ગુલાબનાં ફુલ, ચાંદીનો ટુકડો, ચોખા અને ગોળ મૂકીને ગાયત્રી મંત્રનો 21 વાર જાપ કરો. "મારી મુસીબતો દૂર થાય, મારું ઋણ ઉતરી જાય" મનમાં આવું વિચારતા તેને પાણીમાં પ્રવાહિત કરો.
 
આજે કમળની પાંખડીઓમાં માખણ અને સાકર અર્પણ કરીને માતાને 48 લવિંગ અને 6 કપૂર અર્પણ કરો. આજે કેળાના ઝાડના મૂળમાં રોલી, ચોખા, ફૂલ અને પાણી અર્પણ કરો અને નવમીના દિવસે કેળાના ઝાડની થોડી જડ તિજોરીમાં મુકો, તમે કર્જમાંથી મુક્ત થઈ જશો.
 
ધન પ્રાપ્તિના ઉપાય 
દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો મંત્ર છે-
 
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद
श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः
 
આજે આ મંત્રનો 108 વાર જાપ કરવાથી તમને અપાર ધન પ્રાપ્ત થશે. આજે એક પાનમાં સાત ગુલાબની પાંખડીઓ મુકો અને મહાલક્ષ્મી મંત્રનો પાઠ કરતી વખતે દેવી માતાને પાન અર્પણ કરો.