રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : શુક્રવાર, 5 એપ્રિલ 2019 (16:14 IST)

નવરાત્રિ પર આ રીતે કરો માતારાનીનુ સ્વાગત

ચૈત્ર નવરાત્રિની શરૂઆત થવા જઈ રહ્યા ચ હે. નવરાત્રિના દિવસોમાં માતા રાણી પોતાની ભક્તો પર કૃપા વરસાવે છે. નવરાત્રિના નવ દિવસમાં મા દુર્ગાના નવ જુદા જુદા  સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ પાવન દિવસોમાં દેવી મા આશીર્વાદ આપવા માટે આપના ઘરમાં વિરાજમાન રહે છે. આ પવિત્ર દિવસોમાં ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોને અજમાવી શકો છો. આવો જાણીએ તેના વિશે. નવરાત્રિમાં દેવી માતાની આરાધના કરવાથી નકારાત્મક ઉર્જા અને સમસ્ત અવરોધો દૂર થઈ જાય છે. 
 
પહેલા નવરાત્રિ પર સામાન્ય અને અશોકના પાનની માળા બનાવીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો. આવુ કરવાથી ઘરની બધા પ્રકારની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.  ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર ૐ નુ ચિન્હ બનાવો કે શુભ લાભ લખો. આવુ કરવાથી કોઈ પણ બીમારી ઘરમાં વધુ દિવસ સુધી ટકી નહી શકે.  ઘરના પૂજા સ્થળની સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન રાખો. ઘરના મુખ્ય દ્વાર પર મા લક્ષ્મીને પીળા ચોખાનો ભોગ લગાવો. નવરાત્રિ દરમિયાન ખાન પાન અને વિચારોને સંપૂર્ણ રીતે સાત્વિક રાખો. નવારાત્રિમાં ગાયના ઘી થી અખંડ જ્યોતિ પ્રજવલ્લિત કરો. ઘર કે દુકાનના મેન ગેટ પર મા લક્ષ્મીની તસ્વીર લગાવો. જેમા મા કમળના ફૂલ પર વિરાજીત હોય. નવરાત્રિમાં ઘરના મેન ગેટ પાસે કોઈ વાસણમાં પાણી ભરીને તેમા ફૂલ નાખી દો. તેને ગેટની પૂર્વ કે ઉત્તર દિશામાં મુકો.