Chandrayaan-3: લેન્ડર મોડ્યુલનું બીજી વખત ડીબૂસ્ટિંગ સફળ, હવે ચંદ્ર પર ઉતરાણ એ આગામી લક્ષ્ય
Chandrayaan-3 News - ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલનું બીજું ડી-ઓર્બિટીંગ આજે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. ISROએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ માટેનું બીજું ડી-ઓર્બિટીંગ પેંતરો આજે (20 ઓગસ્ટ 2023) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હવે લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા 25 કિમી x 134 કિમી છે.
ભારતનું સૌથી મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-3 ના લેન્ડર મોડ્યુલે આજે તેનું બીજું અને અંતિમ ડી-ઓર્બિટીંગ પૂર્ણ કર્યું. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી.
લેન્ડર ચંદ્રની નવી નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયું
ISROએ કહ્યું કે લેન્ડર વિક્રમે પોતાની જાતને એવી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી છે જ્યાં ચંદ્રની સૌથી નજીકનું બિંદુ 25 કિમી અને સૌથી દૂરનું બિંદુ 134 કિમી છે. ઈસરોએ કહ્યું છે કે આ ભ્રમણકક્ષામાંથી તે બુધવારે ચંદ્રના અજાણ્યા દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.