ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 23 મે 2020 (15:32 IST)

ગુજરાતમાં સરકારી ચોપડે માત્ર 7512 શ્રમિકો નોંધાયેલા છે, સૌથી મોટો ખુલાસો

કોરોના કાળમાં શ્રમિકોના મુદ્દે હાઇકોર્ટ માં થયો મોટો ખુલાસો થયો છે. પરપ્રાંતીયોના સ્થળાંતર અને રોજગારનો મુદ્દો જ્યારે ઉકળતા ચરૂએ છે ત્યારે હાઇ કોર્ટમાં રાજ્ય સરકારે 140 જેટલા પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં આ ઘટસ્ફોટ થયો છે. 22.5  લાખ જેટલા શ્રમિકો રાજ્યમાં હોવાનું રાજ્ય સરકાર અગાઉ દાવો કરી ચૂકી છે. ત્યારે સામે સરકારી ચોપડે માત્ર  7512 જ નોંધાયેલા શ્રમિકો હોવાનુ હાઇકોર્ટ માં સામે આવ્યું છે.. જે અંતર્ગત બાકીના શ્રમિકો ને મોટું નુકસાન થઈ શકે છે. સરકારના મતે માત્ર નોંધાયેલા શ્રમિકો માટે જ માઈગ્રન્ટ વર્કર્સ એક્ટ પ્રમાણે પેમેન્ટ કરવાની જવાબદારી સરકારની હોય છે બાકીનાની નહિ. બીજી તરફ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમીકોને તેમના વતનમાં પરત મોકલી ચૂકી હોવાનો સરકાર પ્રેસનોટ થકી પણ દાવો કરી ચૂકી છે  શ્રમીકોને એસ.ટી.બસમાં તેમના વતન પરત મોકલવા એ વાયેબલ સોલ્યુશન નહીં હોવાની સરકાર ની રજૂઆત હતી. શ્રમીકોને તેમના વતન પરત મોકલવા માટે રેલવે જ સારો વિકલ્પ આપવાનો પણ રાજ્ય સરકારે કોર્ટ માં  દાવો કર્યો છે.તો સમગ્ર કેસ માં કોર્ટે કહ્યું હતું કે શ્રમીકોને એમના વતન પહોંચાડવા માટે સરકાર જરૂરી પગલાં લે ઉપરાંત અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં માઈગ્રન્ટ વર્કર, કોરોનાવોરિયર્સ અને પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના ની સારવાર માટે લેવાતા પગલા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી .ઉપરાંત આ કેસમાં  કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરેલી અરજીમાં બહારના શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા 8500 એસ.ટી. બસો દોડાવવા પણ માંગ કરવામાં આવી હતી.