મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 મે 2020 (15:30 IST)

અમદાવાદમાં નવા કેસ ઓછા થયાં અને ડિસ્ચાર્જ વધ્યાં

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે.  મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26માંથી 10નાં મોત માત્ર કોરોના વાઈરસના કારણે તેમજ 16ને કોરોના ઉપરાંત મલ્ટિપલ બીમારી હતી. શહેરમાં માત્ર એક દિવસ માટે કેસનો આંકડો 250થી નીચે ગયો હતો.