1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Spinach Curd Curry Recipe

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

spinach Kadhi
પાલકની કઢી બનાવવાની રીત
 
સામગ્રી:
- પાલક – 1 કપ (ઝીણી સમારેલી)
- ખાટી છાશ – 2 કપ
- ચણાનો લોટ – 2 મોટી ચમચી
- આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- ગોળ – 1 નાની ચમચી
- પાણી – જરૂર મુજબ
- તેલ અથવા ઘી – 1 મોટી ચમચી
- રાઈ – ½ ચમચી
- જીરું – ½ ચમચી
- મેથીના દાણા – ¼ ચમચી
- હિંગ – 1 ચપટી
- લીમડાના પાન – 5થી 6
બનાવવાની રીત:
 
1. સૌપ્રથમ એક વાસણમાં છાશ અને ચણાનો લોટ નાખીને સારી રીતે મિક્સ કરી લો. તેમાં ગાંઠો ન રહે તેનું ધ્યાન રાખો.
2. હવે તેમાં હળદર, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરો.
3. એક કડાઈમાં આ મિશ્રણ નાખીને ધીમા તાપે ગરમ કરો. સતત હલાવતા રહો, જેથી કઢી તળિયે ચોંટે નહીં.
4. કઢીમાં ઉકાળો આવે એટલે તેમાં સમારેલી પાલક ઉમેરો.
5. હવે ધીમા તાપે 8થી 10 મિનિટ સુધી કઢીને પકાવો, જેથી પાલક બરાબર ચડી જાય અને કઢી ઘટ્ટ બને.
6. વઘાર માટે એક નાની કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, હિંગ, લીમડાના પાન અને સૂકાં લાલ મરચાં ઉમેરો.
7. આ તૈયાર વઘારને કઢીમાં ઉમેરીને બરાબર મિક્સ કરો.
8. ગરમાગરમ પાલકની કઢી તૈયાર છે. તેને બાજરીના રોટલા, રોટલી કે ગરમાગરમ ખીચડી સાથે પીરસો.
આગળનો લેખ
ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો