શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 11 જૂન 2020 (14:19 IST)

સમગ્ર દેશમાં અમદાવાદનો ડેથ રેટ ચિંતાજનક, દિલ્હીથી 4 ગણાં મોત થયાં

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દેશમાં બુધવાર રાત સુધી કોવિડ-19ના 2.85 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 8 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દેશમાં સૌથી વધુ મોતનો આંકડો મહારાષ્ટ્રનો છે. ત્યારબાદ ગુજરાત અને દિલ્હીમાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જો આપણે શહેરના હિસાબથી જોઈએ તો મુંબઈએ સૌથી વધુ લોકો ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ અને દિલ્હી આવે છે. પરંતુ આંકડાઓનું એનાલિસિસ કરવામાં આવે તો ગંભીર વાત સામે આવે છે. મુંબઈમાં ભલે વધારે લોકોનાં મોત થયા હોય પરંતુ ડેથ રેટમાં અમદાવાદ પહેલા નંબરે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 80 વર્ષીય વૃદ્ધ મહિલા જે કેટલાક સમય પહેવા ભુસાવલ રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની હાલત બગડતા 1 જૂનથી જલગાંવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીની તુલના - મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે? કેટલા લોકોની તપાસ થઈ ચૂકી છે? કેટલા લોકોનાં મોત થયા છે? વસ્તીના હિસાબથી ક્યાં સુધી વધુ ખતરો છે? 8 જૂનના આંકડા મુજબ કોરોનાની તપાસના મામલે દિલ્હી સૌથી સારી સ્થિતિમાં છે, જ્યારે ગુજરાત ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 13,053 લોકોની તપાસ થઈ છે. આ મામલામાં મહારાષ્ટ્ર (5198) બીજા અને ગુજરાત (4172) ત્રીજા સ્થાને છે.મુંબઈ, અમદાવાદ, દિલ્હીની તુલના- મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં કેટલા લોકોનાં મોત થઈ ચૂક્યા છે? ડેથ રેટ ક્યાં વધુ છે એટલે કે વસ્તીના હિસાબથી ક્યાં સૌથી વધુ ખતરો છે? આ સવાલોના જવાબમાં મુંબઈ અને અમદાવાદનું નામ આવે છે. મુંબઈમાં દેશના કોઈ પણ શહેરથી વધુ મોત થયા છે. પરંતુ ડેથ રેટમાં અમદાવાદ સૌથી આગળ છે.8 જૂન સુધીના આંકડાઓ મુજબ અમદાવાદમાં પ્રતિ 10 લાખની વસ્તીમાં 182 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. મુંબઈમાં ડેથ રેટ 88 અને દિલ્હીમાં 45 છે. એટલે કે, અમદાવાદનો ડેથ રેટ દિલ્હીથી ચાર ગણાથી પણ વધુ છે.