ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2020 (13:01 IST)

Corona Virus- બેંગલૂરૂમાં Google નો કર્મચારી સંક્રમિત કંપનીએ કહ્યુ -ઘરથી કરવું કામ

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. બેંગલૂરોમાં ગૂગલના ઑફિસના એક કર્મચારી કોરોના વાયરસથી પીડિત મળ્યુ છે. દર્દીને ખાસ નિગરાણીમાં રાખ્યુ છે. કોરોનાના ખતરાને જોતા કંપનીએ શિનિવારથી બધા કર્મ્ચારીઓને ઘરથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે. શુક્રવારે પોતે ગૂગલએ તેની તપાસ કરી છે. 
 
બેંગલૂરૂ ઑફિસના બધા કર્મચારીને ઘરથી કામ કરવાના નિર્દેશ 
શુક્રવારે ગૂગલએ કહ્યુ અમારા બેંગલૂરૂ ઑફિસમાં એક કર્મચારી કોરોના વાયરસ માટે કરેલ તપાસ પૉજિટિવ મળ્યુ છે. તેને જુદો રાખ્યુ છે. કંપનીએ જણાવ્યુ કે બેંગલૂરૂ ઑફિસના બધા કર્મચારીને ઘરથી કામ કરવા માટે કહ્યુ છે. સ્થાનીય સ્વાસ્થય અધિકારીઓના સલાહ પર આ પગલા ભરાઈ રહ્યુ છે. ગૂગલએ તેમના કર્મચારીઓથી આ પણ કહ્યુ છે કે જે તે સ્ટાફના સંપર્કમાં આવે તો તરત પોતાને જુદો કરી લેવું અને તેમના સ્વાસ્થયની નિગરાણી કરવી. કોરોનાના સંક્રમણને જોતા વિપેઓ ટેક મહિંદ્રાએ પણ રિમોટ વર્ક મૉડલ અજમાવ્યુ છે.