બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (22:15 IST)

વેક્સીનેશન કરીને પરત આવેલી નર્સને એચઓડીએ પોતાની સામે કપડાં બદલવા કહ્યું, નર્સે અભયમમાં કરી ફરિયાદ

દેશભરમાં ચાલી રહેલા રસીકરણનું કાર્ય પૂર ઝડપથી ચાલી રહ્યું છે. કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં સેવા કર્યા બાદ હવે જલદીથી જલદી રસીકરણ કાર્યને ઝડપથી કરવા માટે મેડિકલ સ્ટાફ સંપૂર્ણરીતે કાર્યરત છે. એવામાં દર્દીઓ પ્રત્યે સમર્પિત મેડિકલ સ્ટાફની સાથે અભદ્ર વ્યવહારની એક ફરિયાદ અમદાવાદના વિરમગામથી સામે આવી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામની એક સરકારી હોસ્પિટલમાં નર્સના રૂપમાં કામ કરનાર વિણાબેનએ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ કરી કે તેમના એચઓડીએ તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો છે. વિણાબેનએ કહ્યું કે તેમણે કોરોના રસીકરણ માટે અન્ય સ્ટાફ નર્સોની સાથે આસપાસના ગામમાં મોકલી હતી. રસીકરણ સમાપ્ત થયા બાદ પોશાક બદલવા આવ્યા હતા. જ્યાં તેમના એચઓડી પહેલાંથી જ હાજર હતા. વિણાબેને એચઓડીને બહાર જવા માટે કહ્યું, જેથી તે પોતાના કપડાં બદલી શકે. જેના પર એચઓડીએ કહ્યું કે જો તમારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલી દો.
 
સરકારી હોસ્પિટલમાં નર્સનું કામ કરનાર વિણાબેનને એચઓડી અવારનવાર પરેશાન કરતા હતા. 23 તારીખના દિવસે પણ તેમણે એવો વ્યવહાર કર્યો હતો. જેથી પરેશાન થઇને તેમણે અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં આવી અને એચઓડીને મળી હતી. જેના પર એચઓડીએ કબુલ્યું કે તેમણે આમ કર્યું હતું. પરંતુ તેમણે આમ મજાકમાં કહ્યું હતું. તેની પાછળ તેમનો કોઇ બદઇરાદો ન હતો. જેના પર હેલ્પાલાઇન કાઉન્સલિરે જણાવ્યું કે કોઇપણ મહિલાની સાથે તેની આ પ્રકારની મજાક ગુનો છે. 
 
અંતે મહિલા હેલ્પલાઇનની ટીમે એચઓડીને સમજાવીને તેમની પાસે માફીપત્ર લખાવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. વિણાબેને કહ્યું કે તે ઘણીવાર અન્ય નર્સોને એચઓડીના અભદ્ર મજાક અને અન્ય હરકતોને રોકવા માટે આગળ આવવાની વાત કરી હતી. તેમની સાથે કામ કરનાર એક મહિલા નર્સે તેમને કહ્યું હતું કે જો તેમની ફરિયાદ કરશે તો તેમનું પ્રમોશન અટકાવી દેશે. જેથી તે ફરિયાદ કરી રહી ન હતી.