શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 27 જૂન 2021 (11:28 IST)

જમ્મૂ એયરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી ધમાકાની શંકા નિશાના પર હતા એયરક્રાફ્ટ

જમ્મૂ એયરપોર્ટ સ્થિત એયરફોર્સ સ્ટેશનની અંદર મોડી રાતે ધમાકા થયો. પ્રથમ ધમાકો રાત્રે 1 વાગીને 37 મિનિટ થયુ અને બીજો ધમાકો ઠીક 5 મિનિટ પછી 1 વગીને 42 મિનિટ પર થયો. પણ આ ધમાકામાં કોઈ નુકશાન નથી થયો છે. વાયુસેનાએ ટ્વીટ કરી જણાવ્યુ કે પ્રથમ ધમાકો બિલ્ડીંગની છત ડેમેજ થઈ છે. 
 
ધમાકામાં અત્યારે આતંકી હુમલાનો એંગલ પણ સામે આવી રહ્યુ છે. તપાસ માટે એઆઈએ અને એનએસજીની ટીમ એયરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સુધી તપાસમાં ડ્રોનથી IED પડવાની શંકા જણાવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે પાડોશી મુલ્ક પાકિસ્તાનની તરફથી ડ્રોનથી IED પડાવ્યા 
 
કારણ કે એયરફોર્સ સ્ટેશન અને બોર્ડરના વચ્ચે માત્ર 14 કિલોમીટરની દૂરી છે અને ડ્ર્રોનથી 12 કિલોમીટર સુધી હથિયારોને પડાવી શકાય છે. ડોનના હુમલાના કારણે અંબાલા, પઠાનકોટ અને અવંતિપુરા એયરબેસને પણ હાઈ અલર્ટ પર રખાયુ છે. 
 
નિશાના પર હતા એયરક્રાફ્ટ 
આ ધમાકોને અંજામ આપવા માટે બે ડ્રોનના ઉપયોગ કરવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા વધુ ગાઢ થઈ જાય છે કારણકે અસલહા-બારૂદ 
 
પડાવતા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પણ આવે છે. પહેલા પણ ઘણી વાર એવા ડ્રોન રડારની પકડમાં આવવાથી બચી ગયા છે.