રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4ના મોત, અનેકને ઇજા
રાજકોટ-વાંકાનેર રોડ પર આવેલા ખેરવા ગામમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થતાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક મજૂરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તો બીજી તરફ 9 દર્દીઓ ગંભીરને રીતે દાઝ્યા હતા.
તેમની હાલત નાજુક હોવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આસપાસના તમામ 22 લોકો આ ફેક્ટરીમાં કામ કરે છે.
પોલીસને ઘટનાની જાણ રાત્રે 9 વાગે થઇ હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે દેવ ઇન્ડ્રસ્ટ્રીઝ નામની કેમિકલ ફેક્ટરીમાં સ્ટીમ ટેન્ક ઓવરલોડ થતાં આ બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ લાગી હતી.
ઘટનાના સમયે 20થી વધુ મજૂરી કામ કરી રહ્યા હતા. આગની ચપેટમાં આવતાં 4 મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમની હાલત નાજુક છે. પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો. હાલ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.