બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑગસ્ટ 2020 (10:55 IST)

RSSના સ્વયંસેવક અને PM મોદીના જૂના મિત્રનું કોરોનાના કારણે મોત

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના લીધે ચિંતા વધતી જાય છે. કોરોનાની ચપેટમાં કોંગ્રેસ-ભાજપ સહિતના ઘણા નેતાઓ આવી ચૂક્યા છે. તો બીજી તરફ બંને પક્ષોએ પોતાના નેતાઓને ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે સાબરકાંઠાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીના જૂના મિત્ર રમણીકભાઈનું દુ:ખદ અવસાન થયું છે. કોરોનાના કારણે રમણીક ભાવસારનું અવસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. 
 
આ દુ:ખદ સમયની ઘડીમાં PM નરેન્દ્ર મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. PM નરેન્દ્ર મોદીએ પરિવારજનોના ખબર અંતર પુછીને દુ:ખની ઘડીમાં હિંમત રાખવા જણાવ્યું હતું. આ સિવાય પરિવારજનો સાથે રમણીક ભાવસાર સાથેની કેટલીક યાદગાર ક્ષણો વિશે પણ વાતચીત કરી હતી.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હાલ કોરોના મહામારીના કારણે કેટલાયે અગ્રણી નેતાઓનું અવસાન થયું છે. 
 
મળતી માહિતી અનુસાર  રમણીકભાઈ ભાવસાર PM નરેન્દ્ર મોદીના જૂના મિત્ર હતા અને તેઓ ઈડરમાં RSSના સ્વયંસેવક હતા. રમણીકભાઈ ભાવસારનું કોરોના સંક્રમિત થયા હતા અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. તેઓ કોરોના સામેની લડાઈમાં હારી ગયા હતા.
 
પ્રધાનમંત્રી મોદીને તેમના જૂના મિત્ર રમણીક ભાવસારના અવસારના સમાચાર મળતાPM નરેન્દ્ર મોદી પોતાને રોકી શક્યા નહોતા અને તેમણે ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ પરિવારજનોની સાથે ફોન પર ખબર અંતર પુછ્યા હતા.