ગુજરાતની ચૂંટણી પહેલાં મોટો નિર્ણય, સ્કૂલમાં 6 થી 12 સુધીના વિદ્યાર્થીને ભણાવવામાં આવશે શ્રીમદ ભગવત ગીતા
ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શાળાઓમાં બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં ધોરણ 6 થી 12 સુધીના બાળકો ગીતાના શ્લોક અને અર્થને સમજશે. ગુરુવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં આની જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ રાજ્યની તમામ શાળાઓમાં બાળકોને ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવામાં આવશે.
આ સાથે ધોરણ 1 અને 2 માટે પણ અંગ્રેજી વિષય દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી બાળકો શરૂઆતથી ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં નિપુણ બની શકે. ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેથી શાળાના અભ્યાસક્રમમાં ગીતાના સમાવેશને ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે.
જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તાજેતરમાં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી કરવાનું સુચન કર્યું હતું. જેની અમલવારી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.અને શિક્ષણ વિભાગને સૂચના આપી છે.ત્યારે આગામી સમયમાં રાજ્યની શાળાઓના જન્મ દિવસની ઉજવણી થશે.
તો બીજી તરફ જીતુભાઈ વાઘાણી એ હીજાબ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હિજાબ ને લઈ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા સુચન આપ્યા છે. તે મુજબ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો હોવાની કબૂલાત શિક્ષણ મંત્રી એ કરી છે. કેશુભાઈથી લઈને ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો
શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે.