ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2020 (14:07 IST)

લોકડાઉન મુદ્દે અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

કોરોના પોઝિટિવના નવા 31 કેસો સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો 351 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ ન આપવા નિર્ણય કર્યો છે તેથી અમદાવાદના તમામ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટ નહીં મળે. કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવાયું છે. લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં,ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામા આવ્યા છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં લોકો બીભત્સ અને ઉશ્કેરણીજનક લખાણ લખતા હોવાને લઇ સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફેસબુક પર કોરોના વાઇરસને લઈ  બીભત્સ લખાણ લખનાર બે શખ્સ સામે અલગ અલગ ગુના નોંધ્યા છે. બિલાલ ખાન પઠાણ નામના યુવકે ફેસબુક પ્રોફાઈલ પર બીભત્સ લખાણ લખનાર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે જુનેદ ફસારી ખાન નામના યુવકે ખાનગી ચેનલની પત્રકાર સામે બીભત્સ લખાણ લખ્યું હતું. તેમજ બિસ્કિટ અને તમાકુ, પાન બીડીવાળા સામે ઉપરાંત દારૂની બોટલ મૂકીને પણ બીભત્સ લખાણ લખ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.