બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (09:17 IST)

કોરોનાનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સર્કિટ હાઉસમાં 17 કર્મચારી કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતું જાય છે. અમદાવાદના આઇઆઇએમ, આઇઆઇટી, જીટીયૂ બાદ હવે ગાંધીનગર સર્કિટ હાઉસના કર્મચારી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં કર્મચારીઓ પોઝિટિવ આવતાં વહિવટીતંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. 
 
જોકે કોરોના સંક્રમણના વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે. સંસ્થાઓએ કોરોનાકાળમાં ચૂંટણી ન યોજવાની સરકારને અપીલ કરી છે. 
 
પરંતુ તેમની અપીલ પર કોઇ ધ્યાન ન આપવામાં આવ્યું ન હતું. રાજ્યમાં નગરપાલિક તથા પંચયતોની ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધી ગયું છે. હવે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 
 
તો બીજી તરફ સરકારના ઘણા અધિકારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેના લીધે વહિવટીતંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 2220 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 1988 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 10 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,05,338 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,88,565 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,510 પર પહોંચ્યો છે.