રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (12:58 IST)

Work From home- વર્ક એટ હોમમાં ખભાના પણ ધ્યાન રાખો નહી તો દુખાવાથી

આ સમયે કોરોનાના કારણે વધારેપણું લોકો તેમના ઘરેથી જ કામ કરી રહ્યા છે એટકે કે work From home છે. તેથી સતત લેપટૉપ અને કંપ્યૂટરની સામે બેસીને કામ કરતા-કરતા થાક અનુભવ થવી અને ખભા અને પીઠમાં દુખાવો થવું જેવી સમસ્યાઓ જોવાય છે. તેમજ આ મૌસમમાં આ સમસ્યા વધુ વધી જાય છે જો તમે પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી એકસરસાઈજ જણાવી રહ્યા છે જેને અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ખભા અને પીઠમાં દુખાવો થતા પર કઈ એક્સસાઈજ કરવી જોઈએ આ વિશે જણાવી રહ્ય છે 
 
- બને હાથને માથાની પાછળથી ઉપર લઈ જતા ખેંચાણ કરવું છે. 
- બન્ને કોણીને વળીને આંગળીઓને ખભા પર રાખો અને ખભાને ઘડિયાળની દિશામાં અને કાઉન્ટર-ક્લોકવાઇઝ દિશામાં ફેરવો. 
- બન્ને ખભાને ઉપર નીચે અને આગળ-પાછળ કરવું. 
- માથાને જમણા -ડાબા ઘુમાવવું. નમાવીને ગોળ ગોળ ફેરવો. 
 
હવે જાણો પીઠનો દુખાવો માટેની કસરતો
- સીધા બેસવું અથવા ઉભા થઈ બન્ને હાથની આંગળીઓ એકબીજા સાથે ઓળંગી (Cross) કરીને પકડવું છે, પછી બંને હાથને સીધા ખભાના સ્તર પર લાવો અને તે જ સમયે માથું આગળ વાળવું. તેનાથી પીઠ ખેંચાણ થાય છે.
- ઓશીકું પર માથું રાખીને, બંને હાથની આંગળીઓને ફરીથી ઓળંગી (Cross) કરો. બંને હાથ સીધા આ રીતે ઉભા કરો.
- બંને પગ દૂર ફેલાવીને રાખો. હવે વગર હાથ વળ્યા વારાફરતી બન્ને બાજુ તમારા શરીરના ઉપરી ભાગને વળો. 
- ધ્યાન રાખો કાંડા અને કોણીને વાળવા નથી.