રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (12:59 IST)

Corona Vaccine New Guidelines: પ્રેગનેંટ મહિલાઓ માટે પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કોરોના વેક્સીન ગાઈડલાઈન રજુ

Corona Vaccine New Guidelines: કોરોના મહામારીની બીજી લહેરમાં સંક્રમિત મામલાની સંખ્યા ભલે ઓછી થએએ છે પણ સંકટ જુ ટળ્યુ થી.  બીજી લહેર ધીમી પડતઆજ હવે કોરોનાની ત્રીજી લહેરની આશંકા તેજ થઈ ગઈ છે. આ મહામારીથી બચવા માટે એક બાજુ દેશમાં રસીકરણની ગતિ ઝડપી થઈ ગઈ છે તઓ બીજી બાજુ તેને લઈને ગાઈડલાઈંસનુ પાલન કરવા માટે અનિવાર્ય કરે દેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે બચાવ માટે બધાને વેક્સીન લગાવવાનુ કહ્યુ છે. 
 
કોરોનાની વેક્સીન હવે ગર્ભવતી મહિલાઓ પણ લગાવી શકે છે. આ એકદમ સુરક્ષિત છે અને થનારા બાળકને પણ આ વાયરસથી બચાવી શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વાયરસની નવી ગાઈડલાઈંસ રજુ કરી છે. 
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રજુ  કરેલ નવી ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોરોના રસી પ્રેગનેંટ સ્ત્રીઓ માટે સંપૂર્ણપણે સલામત છે અને આ વેક્સીન ગર્ભવતી સ્ત્રીઓને અન્ય લોકોની જેમ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષા પૂરી પાડે છે. સંપૂર્ણપણે સલામત હોવાને કારણે સગર્ભા સ્ત્રીઓને રજુ  કરાયેલા માર્ગદર્શિકામાં રસી લેવાની સલાહ આપવામાં આવી છે.
 
ગર્ભવતી મહિલાઓ પણ જરૂર લગાવે કોરોનાની વેક્સીન 
 
ગાઈડલાઈંસમાં જણાવ્યુ છે કે સગર્ભા સ્ત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા પછી શરૂઆતમાં લક્ષણો શરૂઆતમાં હળવા રહેશે, પરંતુ તે પછી તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે અને તેનાથી તેમના પેટમાં ઉછરી રહેલ બાળકનુ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે તેથી આ જરૂરી છે કે ખુદને કોવિડ-19થી બચાવવા માટે બધા પ્રકારની સાવધનઈ રાખો અને વેક્સીન જરૂર લગાવો. 
 
ગર્ભમાં ઉછરીમાં રહેલ બાળકને પણ પ્રભાવિત કરે છે કોરોના વાયરસ 
 
ગાઈડલાઈંસમાં ચેતવણી આપવામાં આવી છે કે 95 ટકાથી વધુ કિસ્સાઓમાં કોવિડ-પોઝિટિવ માતાઓનાં બાળકોનું સ્વાસ્થ્ય જન્મ સમયે સારુ રહ્યુ છે, પરંતુ કેટલાક કેસમાં એવું જોવા મળ્યું છે કે ગર્ભાવસ્થામાં કોવિડ સંક્રમણને લીધે પ્રી મેચ્યોર ડિલિવરીની સ્થિતિ બને છે. આવા બાળકોનું વજન 2.5 કિલોથી ઓછું હોઇ શકે છે અને જન્મ પહેલા એટલે કે ગર્ભાશહમાં બાળકનો જીવ પણ જઈ શકે છે. 
 
આ ગર્ભવતી મહિલાઓને કોરોનાથી વધુ ખતરો 
 
કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે જે ગર્ભવતી મહિલઓની વય 35 વર્ષથી ઉપર છે, જેમનું વજન પણ વધારે છે અને જેમને ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેઓને કોવિડ - 19 સંક્રમણનો ખતરો વધુ છે. ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ -19 ની ચપેટમાં આવીને તેમાંથી બહાર આવી ચુકી છે તો તેને વેક્સીન માટે થોડી રાહ જોવી પડી શકે છે. પરંતુ તેને ડિલિવરી પછી તરત જ વેક્સીન લેવી જોઈએ.