ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 10 મે 2021 (23:05 IST)

ભારતમાં મળનારા કોરોના વાયરસના વેરિએંટને WHO એ બતાવ્યા ટેંશન વધારનારા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે રોજ મોટી સંખ્યામાં મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ લહેરમાં કોરોનાનો ભારતમાં મળેલો વેરિએંટ પણ ખૂબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. કોરોનાના આ વેરિએંટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચિંતા બતાવી છે.   ડબલ્યુએચઓએ કહ્યુ છે કે આ વેરિએંટ ચિંતિત કરવાનુ છે. 

 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયંટિસ્ટ પણ આ વેરિએંટ પર ચિંતા બતાવી ચુકી છે. ડબલ્યુએચઓની ચીફ સાયંટિસ્ટ સોમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે ભારતમાં ફેલાય રહેલ કોવિડ-19 વેરિએંટ  ખૂબ સંક્રામક છે અને આ વેક્સીનને પણ બેઅસર કરી શકે છે. એએફપીની સાથે ઈંટરવ્યુમાં સૌમ્યા સ્વામીનાથને ચેતાવણી આપી કે મહામારીની આ ફીચર જે આજે અમે ભારતમાં જોઈ રહ્યા છે, તે સંકેત આપી રહ્યો છે કે આ એક ઝડપથી ફેલનારો વેરિએંટ છે. તેમણે કહ્યુ કે ભારતમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં વેરિએંટ B.1.617 ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. 
 
સૌમ્યા સ્વામીનાથને કહ્યુ હતુ કે B 1.617 એક ચિંતિત કરનારો વેરિએંટ છે, કારણ કે આ મ્યૂટેટ કરે છે. જેનાથી ટ્રાંસમિશન પણ વધે છે. સાથે જ આ વૈક્સીન દ્વારા કે પછી સંકમણ શરીરમાં બનેલ એંટીબૉડીઝને પણ બેઅસર કરી શકે છે. જો કે તેણે એ પણ કહ્યુ કે ફક્ત આ વેરિએંટને ભારતમાં સંક્રમણને વધવા અને મોત થવા માટે દોષી ઠેરવી શકાતો નથી. 
 
 
#BREAKING World Health Organization (WHO) labels coronavirus strain in India 'variant of concern' pic.twitter.com/JaWTn9NW6B
 
— AFP News Agency (@AFP) May 10, 2021
 
ડબલ્યુએચઓના ઉપરાંત, બ્રિટન પણ ભારતમાં મળેલ કોરોનાના આ વેરિએંટને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે.  બ્રિટનના પબ્લિક હેલ્થ ઈગ્લેંડ ડિપાર્ટમેંટની વીતેલા શુક્રવારેને કહ્યુ હતુ કે આ અન્ય વેરિએંટ્સની તુલનામાં ઝડપથી તેજી ફેલાવનારુ સ્વરૂપ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન પણ અધિકારીઓ પાસેથી આ વિશે માહિતી લઈ ચુક્યા છે. 
 
સતત ચાર દિવસ કોરોનાના ચાર લાખથી વધુ નવા મામલા સામે આવ્યા પછી ભારતમાં સોમવારે એક દિવસમાં કોવિદ-19ના 3,66,161 મામલો સામે આવ્યો છે અને આ સાથે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને 2,26,62,575 થઈ ગયા. સ્વાસ્થ્ય મંત્રાલયના સોમવારના ડેટા મુજબ  3,754 અને લોકોની સંક્રમણના કારણે મોત થયા પછી કુલ મૃતક સંખ્યા વધીને 2,46,116 થઈ ગઈ છે.