1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

નાગપુર ટેસ્ટ - ભારત-ઈગ્લેંડ મેચનો લાઈવ સ્કોર

P.R
ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાય રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈગ્લેંડે પાંચ વિકેટ પર 199 રનથી આગળ રમવાનું શરૂ કર્યુ. આજની સવાર ઈગ્લેંડ માટે સારી ન રહી અને ભારતીય બોલરોએ સતત બે ઝટકા આપીને મેહમાન ટીમ પર દબાવ બનાવી લીધો.

સમાચાર લખતા સુધી ઈગ્લેંડે સાત વિકેટ પર 278 રન બનાવી લીધા હતા. રૂટ 66 રન બનાવીને રમી રહ્યા હતા.


આજે સવારે ગઈકાલના અણનમ બેટ્સમેન પ્રાયર અને રોટે પોતાની હાફ સેંચુરી બનાવી. ભારતને દિવસની પ્રથમ સફળતા અશ્વિને અપાવી. તેમની એક બોલ પાયરને માત આપીને સ્ટંપમાં ઘુસી ગઈ. પ્રાયર 57 રન બનાવીને આઉટ થઈ.

પાયર પછી તરત જ બીજો ઝટકો ઈગ્લેંડને ઈશાંત શર્માએ બ્રેસનને પણ પેવેલિયન તરફ મોકલીને આપ્યો. તેઓ પોતાનુ ખાતુ ખોલવમાં પણ નિષ્ફળ રહ્યા.