સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 11 જૂન 2023 (17:25 IST)

IND vs AUS Final: ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રને હરાવી ખિતાબ પર કબજો કર્યો

cricket
IND vs AUS Final: - ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 209 રને હરાવી ખિતાબ પર કબજો કર્યો
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે ભારતને 209 રનથી હરાવ્યું. રવિવારે મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 234 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ .
WTC Final Day 5: ભારત અને ઑસ્ટ્રેલિયા માટે રમાઈ રહ્યા  WTC Final ચાર દિવસ વીતી ગયા. હવે પાંચમા દિવસે ખૂબ જ રસપ્રદ રમત જોવા મળશે. ભારતીય ટીમ 444 રનનો પીછો કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસના અંતે 3 વિકેટે 164 રન બનાવી લીધા છે. હવે અંતિમ દિવસે ટીમને જીતવા માટે 280 રનની જરૂર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાને ટાઇટલ જીતવા માટે 7 વિકેટની જરૂર છે.
 
ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો
આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં બેટિંગ કરતા 469 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Edited By-Monica Sahu