મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 જુલાઈ 2022 (15:20 IST)

Ind Vs Pak- ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટ 3 મહિના પહેલા જ વેચાઈ

india vs pakistan
આ મેચ દિવાળીના એક દિવસ પહેલા 23 ઓક્ટોબરે રમાશે. પરંતુ તેના ત્રણ મહિના પહેલા મેચની લગભગ બધી ટીકિટ્સ વેચાઇ ગઇ છે. અત્યારથી આ મેચ હાઉસફૂલ થઇ છે. આ માહિતી ટુરીઝમ ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા સામે આવી છે. 
 
મહત્વનું છે કે ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની મેજબાનીમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. જેનો ખિતાબી મુકાબલો ફાઈનલ 13 નવેમ્બરે થશે. જણાવવામાં આવ્યું છે, ફાઈનલ મેચની ટિકિટ્સ પણ બધી વેચાઈ ગઇ છે.