શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 8 જાન્યુઆરી 2023 (08:18 IST)

IND vs SL 3rd T20 : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 91 રનથી હરાવ્યું, 2-1 થી સિરીઝ જીતી લીધી

TEAM INDIA
IND vs SL 3rd T20  :   ભારતે રાજકોટમાં રમાઈ રહેલ ત્રીજી ટી-20 મૅચમાં શ્રીલંકાને 91 રને હરાવીને સિરીઝ પર કબજો કરી લીધો છે. મૅચમાં સૂર્યકુમાર યાદવની અણનમ સદીના દમ પર ભારતે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 17 ઓવરમાં 137 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.
 
પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 51 બૉલે અણનમ 112, શુભમન ગિલે 46, રાહુલ ત્રિપાઠીએ 36 રન ફટકાર્યા હતા.
 
સૂર્યકુમારની બેજોડ ઇનિંગ
 
સૂર્યકુમાર યાદવે પોતાની સદીવાળી ઇનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. આ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં તેમની ત્રીજી સદી છે. ભારતના શુભમન ગિલ 46 રન અને રાહુલ ત્રિપાઠીએ 35 રન બનાવ્યા.
ભારતીય બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, પાછલી મૅચમાં મોંઘા સાબિત થયેલ અર્શદીપ સિંહે માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુજવેન્દ્ર ચહેલે બબ્બે વિકેટ લીધી.
 
આ સાથે જ ભારતે ત્રણ મૅચોની સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતે પ્રથમ મૅચ પણ જીતી હતી જ્યારે શ્રીલંકાએ બીજી મૅચમાં જીત હાંસલ કરી હતી. હવે 10 જાન્યુઆરીએ ત્રણ મૅચોની વનડે સિરીઝ રમાશે.


 
આ પહેલા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન ફટકાર્યા હતા. શ્રીલંકાને 229 રનનો ટાર્ગેટ મળ્યો છે. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બોલમાં 112* રન ફટકાર્યા હતા. તેણે T20 કરિયરની ત્રીજી સેન્ચુરી ફટકારી હતી. શુભમન ગિલે 36 બોલમાં 46 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 16 બોલમાં 35 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 9 બોલમાં 21* રન કરીને સારું ફિનિશિંગ કર્યું હતું. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 2 વિકેટ, જ્યારે કસુન રજીથા, વાનિન્દુ હસરંગા અને ચમિકા કરુણારત્નેને 1-1 વિકેટ મળી હતી