ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (16:02 IST)

IPL 2024 Auction Live: મિચેલ સ્ટાર્કે બનાવ્યો ઈતિહાસ, આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી બન્યા

IPL 2024 માટે દુબઈમાં હરાજી શરૂ થઈ ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ટ્રેવિસ હેડને 6.80 કરોડ રૂપિયામાં પોતાના કેમ્પમાં સામેલ કર્યા છે. જ્યારે હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ ટીમે રોવમેન પોવેલને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. તે જ સમયે, ભારતના સ્ટાર બેટ્સમેન કરુણ નાયર અને મનીષ પાંડેને કોઈ ખરીદદાર મળ્યો નથી.
 
મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો
મિચેલ સ્ટાર્ક IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને 24 કરોડ 75 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ખરીદ્યો છે.
 
મિશેલ સ્ટાર્ક માટે બિડિંગ યુદ્ધ ચાલી રહ્યું છે
મિશેલ સ્ટાર્કને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બોલીની લડાઈ ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેના પર 21 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
 
-  ઉમેશ યાદવને મળી મોટી રકમ 
ગુજરાત ટાઈટંસ સ્ટાર બોલર ઉમેશ યાદવને 5.8 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. ઉમેશ જરૂર હોય ત્યારે વિકેટ લેવા માટે જાણીતા છે. 
 
-  શિવમ માવી LSGમાં થયા સામેલ 
 -  શિવમ માવીને લખનૌ સુપર જાયટ્સે 6.4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. 
 
- અલ્જારી જોસેફની લાગી લોટરી 
અલ્જારી જોસેફે આરસીબીની ટીમને 11.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. 
 
-  ચેતન સકારિયાને KKR એ ખરીદ્યો 
ચેતન સકારિયાને કલકત્તા નાઈટ રાઈડર્સેની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદી દીધો છે.  
 
-  કુસલ મેડિસ રહ્યા અનસોલ્ડ 
કુસલ મેડિસ આઈપીએલ 2024 ઓક્શનમા અનસોલ્ડ રહ્યા છે.  
 
- કેએસ ભરત   KKR મા થયા સામેલ 
કેએસ ભરતને કલત્તા નાઈટ રાઈડર્સની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદી લીધા છે. 
 
- જોશ ઈંગ્લીશ રહ્યા અનસોલ્ડ 
જોશ ઈંગ્લિસ પર કોઈ ટીમે મોટી બોલી લગાવી નથી. તે હરાજીમાં અનસોલ્ડ રહ્યા.
 
- ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો
ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સ ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
IPL 2024ની હરાજીમાં ઐતિહાસિક બોલી, આ ચેમ્પિયન ખેલાડીને 20.50 કરોડમાં ખરીદ્યો