બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (16:33 IST)

પિંક બોલ ટેસ્ટ વિશે આ 5 વાતો જાણો છો ? એડિલેડમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો રોમાંચ આમ જ નથી હાઈ

ball
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે જે પિંક  બોલથી રમાશે. આ ટેસ્ટને લઈને રોમાંચ તેથી વધુ છે કારણ કે તેની સાથે જોડાયેલ 5 મોટી વાતો જ કંઈક એવી છે. જો તમે પણ આ જાણશો તો માનીશુ 
 
 પર્થમાં રમાતી પહેલી ટેસ્ટ મેચની સફળતાને ભૂલથી ટીમ ઈંડિયા માટે હવે સમય છે શ્રેણીની બીજી ટેસ્ટ પર ફોકસ કરવાનો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં છે. આ ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી શરૂ થશે. જે કે ડે નાઈટ રમાશે.  જેમા પિંક બોલનો ઉપયોગ થશે. પિંક બોલના ઉપયોગને કારણે જ તેને પિંક બોલ ટેસ્ટ પણ કહે છે.  હવે પિંક બોલનો પણ પોતનો મિજાજ છે. તેનાથી રમાયેલ ટેસ્ટ મેચના પણ પોતાના રસપ્રદ કિસ્સા છે જેમાથી 5 એવી વાતો છે જેના વિશે જાણવુ અનિવાર્ય બની જાય છે. એ 5 મોટી વાતો જેને કારણે એડિલેડમાં રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા પિંક બોલ ટેસ્ટનો રોમાંચ વધી ગયો છે. 
Pink Ball Test Records And Facts India Vs Australia
Pink Ball Test Records And Facts India Vs Australia
પિંક બોલ ટેસ્ટની 5   મજેદાર વાતો 
- ક્રિકેટ ઈતિહાસમા6 23મી વાર દુનિયા પિંક બોલ ટેસ્ટનો આનંદ ઉઠાવશે.
- અત્યાર સુધી રમાયેલ બધી 22 પિંક બોલ ટેસ્ટ પોતાના પરિણામ સુધી પહોચી છે. મતલબ તેનુ રિઝલ્ટ નીકળ્યુ છે એ ડ્રો થઈ નથી. 
 - ત્રીજી કમાલની વાત એ છે કે છેલ્લી 22 પિંક બોલ ટેસ્ટમાંથી ફક્ત 5 જ એવી રહી છે જેમા રમત છેલ્લા એટલે કે 5 દિવસ સુધી રમાઈ છે.. 
- બીજી બાજુ 2 ટેસ્ટનુ પરિણામ ફક્ત 2 જ દિવસમાં આવ્યુ છે. જે પિંક બોલ ટેસ્ટની ચોથી મોટી વાત છે. 
-  5મી અને અંતિમ વાત એ છે કે ભારતનો મુકાબલો એડિઓલેડમાં એ ટીૢમ સાથે જે જે પિંક બોલ ટેસ્ટ રમવાન્નો સૌથી અનુભવી છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેને 10 કે તેનાથી વધુ ટેસ્ટ મેચ  રમી છે. 
Pink Ball Test Records And Facts India Vs Australia
Pink Ball Test Records And Facts India Vs Australia
બેટસમેનો માટે ખતરનાક છે પિંક બોલ ! 
ટેસ્ટ જ્યારે ડે નાઈટ રમાય છે તો બોલ અને બેટ વચ્ચેની કોમ્પિટિશન વધી જાય છે.  ગુલાબી બોલમાં વધુ સ્વિંગ બેટ્સમેનોનું કામ મુશ્કેલ બનાવે છે. આ બોલની સીમ લાંબા સમય સુધી અકબંધ રહે છે, જે બોલરોને લાંબા સમય સુધી મદદ કરે છે. અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે પણ કહ્યું છે કે - ગુલાબી બોલ તદ્દન અણધારી છે. આમાં તમારે વધુ ધ્યાન આપવાની જરૂર છે.