ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 8 માર્ચ 2023 (08:28 IST)

હોળીના રંગોમાં રંગાયા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ, રોહિતે ઉડાડ્યો વિરાટ પર ગુલાલ

team india
સમગ્ર દેશમાં હાલ હોળીના તહેવારને કારણે આનંદનો માહોલ છે. દેશવાસીઓ રંગોના આ તહેવારને ખૂબ જ આનંદથી ઉજવે છે. બીજી બાજુ  હોળીનો રંગ ક્રિકેટરો પર પણ  ખૂબ ચઢ્યો છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં ભારતીય ખેલાડીઓએ વિદેશી ખેલાડીઓ સાથે આ ઉત્સવ જોરદાર રીતે રમ્યો હતો. સાથે જ  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ ચોથી ટેસ્ટ પહેલા હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો.

 
ટીમ ઈન્ડિયાના સ્ટાર્સે રમ્યા હોળી
ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીય ટીમના ઘણા સ્ટાર ક્રિકેટર્સ હોળીની મજા લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ટીમ ઈન્ડિયાની બસનો છે. આ વીડિયોમાં ભારતીય ટીમના ખેલાડીઓ હોળીના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો પર ક્રિકેટ ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

 
રોહિતે ઉડાડ્યો કોહલી પર ગુલાલ 
ગિલના વીડિયોમાં વિરાટ કોહલી ગીત ગાતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પાછળથી વિરાટ અને શુભમન ગિલ પર ગુલાલ ઉડાડી રહ્યો છે. આ સિવાય શ્રેયસ અય્યર પણ આ વીડિયોમાં જોઈ શકાય છે. ગિલ સિવાય રોહિતે સોશિયલ મીડિયા પર બે ફોટા પણ શેર કર્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ, ચેતેશ્વર પુજારા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જોઈ શકાય છે.
સીરીઝમાં અત્યાર સુધી  શું થયું?
જણાવી દઈએ કે આ સીરીઝની ત્રણેય મેચ ત્રીજા દિવસે જ ખતમ થઈ ગઈ હતી. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે જ એક દાવ અને 132 રનથી જીત મેળવી હતી. આ સાથે જ દિલ્હીમાં રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી લીધી હતી. આ પછી ઈન્દોરમાં વાર્તા બદલાઈ ગઈ અને ઓસ્ટ્રેલિયાએ અહીં 9 વિકેટે જીત મેળવી. ઈન્દોરની પીચ પર સ્પિનરોને વધુ પડતો ટર્ન મળી રહ્યો હતો, જેના પછી આઈસીસીએ તેને ખરાબ રેટિંગ આપ્યું હતું.