Last Modified: મુંબઈ. , મંગળવાર, 5 એપ્રિલ 2011 (13:12 IST)
સચિન તેંડુલકર 'સાઈ રત્ન' થશે
N.D
શિરડી સાંઈ સંસ્થાએ જાહેરાત કરી છે કે તેઓ વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીને સોનાના સિક્કા ભેટ કરશે અને અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકરની 'સાંઈ રત્ન' સન્માન પ્રદાન કરશે
સંસ્થાના ચેયરમેન જયંત સસાને યૂનીવાર્તાને જણાવ્યુ કે સોમવારે સવારે જ શિરડીની એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને સન્માન સમારંભને માટે કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જ જાહેર થશે.
આ દરમિયાન સસાને વિશ્વ વિજેતા ટીમના સભ્ય ઓલરાઉંડર સુરેશ રૈનાને સોનાનો સિક્કો, નારિયળ અને પ્રસાદ ભેટ આપી.; રેના વિશ્વકપ જીત્યા બાદ માથુ ટેકવા શિરડી સ્થિત સાઈધામ પહોંચ્યા હતા. એક ટ્રસ્ટીએ જણાવ્યુ કે વિશ્વકપ શરૂ થતા પહેલા પણ રૈના અહી બાધા રાખવા આવ્યા હતા.