શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રાયબરેલી. , ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (13:32 IST)

પત્ની-બાળકોની હથોડીથી તોડી ખોપડી

ઉત્તરપ્રદેશના રાયબરેલી જીલ્લામાં એક ડોક્ટરે કથિત રૂપે પોતાની પત્ની, બે બાળકોની હત્યા કરી નાખી અને પછી પોતે સુસાઈડ કરી લીધો. એસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યુ કે રેલ કોચ ફેક્ટરીમાં ડોક્ટર, તેમની પત્ની અને 2 બાળકોના મૃતદેહ તેમના સરકારી રહેઠાણ પરથી જપ્ત થયા છે. જાણવા મળ્યુ છે કે ડોક્ટર ડિપ્રેશનના દર્દીહતી. પ્રથમ દ્રષ્ટિથી એવુ લાગી રહ્યુ છે કે બાળકોને નશાની દવા ખવડાવીને પહેલા  બેહોશ કરવામાં આવ્યા છે.  ત્યારબાદ માથા પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી છે.  ત્યારબાદ પોતે નસ કાપવાનો પ્રયાસ કર્યો પણ તેમા સફળતા ન મળતા ફાંસી લગાવી લીધી. પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે.  

 
ડિપ્રેશનમાં હતા ડોક્ટર 
રાયબરેલીના એસપી આલોક પ્રિયદર્શીના મુજબ મૃતક ડોક્ટર નેત્ર વિશેષજ્ઞ હતા. તેઓ ડિપ્રેશનથી પીડિત હતા. પોસ્ટમોર્ટમ પછી ખુલાસો થશે.  તેમણે કહ્યુ કે મૃતક ડોક્ટર તેમની પત્ની અને બે બાળકો (એક પુત્રી અને એક પુત્ર) ની લાશ જપ્ત કરી લીધી છ્હે. પુત્રની વય લગભગ 5 વર્ષ હતી. જ્યારે કે પુત્રીની વય લગભગ 13 વર્ષની હતી. 
 
ડોક્ટરના સહયોગીઓએ પોલીસને આપી સૂચના 
એસપીએ જણાવ્યુ કે ડોક્ટર રેલ કોચ ફેક્ટરીમાં કાર્યરત હતા. તે છેલ્લા બે દિવસથી દેખાતા નહોતા. તેમને છેલ્લે રવિવારે જોયા હતા. સંપર્ક ન થવાને કારણે જ્યારે ડોક્ટરના સહયોગી તેમના ઘરે પહોચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો.  દરવાજો તોડીને લોકો ઘરની અંદર ગયા તો આખા પરિવારના મૃતદેહ જોવા મળ્યા. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી.  તપાસમાં આ વાત સામે આવી કે ડોક્ટરે પહેલા પોતાના બાળકો અને પત્નીની હત્યા કરી ત્યારબાદ પોતાની નસ કાપવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે તેમા સફળ ન થઈ શક્યા તો ફાંસી લગાવીને જીવ આપી દીધો.  હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.