શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified મંગળવાર, 28 જૂન 2022 (16:30 IST)

નવસારીના ખેરગામમાં વારંવાર પૈસા માંગતાં પુત્રની પિતાએ હત્યા કરી

murder of son by father
ખેરગામ તાલુકાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં પિતા ભગુ પટેલે આજે વહેલી સવારે 20 વર્ષીય પુત્ર ગણેશ પર ઊંઘમાં જ ઘાતકી હુમલો કર્યો હતો. કુહાડીના ઘા માથાના ભાગે વાગતા ઊંઘમાં જ રામ રમી ગયા હતા. જે મામલે ખેરગામ પોલીસને જાણ થતા દોડતી થઇ હતી.હત્યા અંગે પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માંગવાની હરકતથી કંટાળ્યા હતા અને આજે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રની હત્યા કરી હતી.

હાલમાં કળયુગમાં પિતા પુત્ર સહિત પરિવારના સંબંધોની ગરિમા લજવાઈ છે. તેને કારણે આવા પ્રકારના બનાવો વધી રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ બનતા જિલ્લામાં અરેરાટી વ્યાપી છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને પુત્રની લાશને પીએમ માટે સિવિલ ખસેડી છે.