ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 23 જાન્યુઆરી 2022 (00:28 IST)

લવ, સેક્સ અને દગો - અભ્યાસ દરમિયાન થઈ દોસ્તી, પછી યુવકે લગ્નનુ વચન આપીને કર્યો રેપ, હવે કહે છે - નહી કરુ લગ્ન, ફરાર

છત્તીસગઢના બિલાસપુરમાં એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપી યુવકે તેને લગ્નનું વચન આપ્યું હતું. ત્યારથી તે સતત તેને લગ્ન કરશે એવી વાતોથી ફોસલાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવતો રહ્યો. બાદમાં તેણે લગ્ન કરવાની ના પાડી અને ભાગી ગયો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધ્યો છે. મામલો સરકંડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
 
મળતી માહિતી મુજબ, યુવતી સરકંડા વિસ્તારમાં રહે છે. 3 વર્ષ પહેલા જ્યારે તે ભણતી હતી. તે દરમિયાન તેની મુલાકાત મુંગેલીના મુકેશ લહરે સાથે થઈ હતી. મુલાકાત બાદ બંને મિત્રો બની ગયા હતા. મિત્રતા બાદ મુકેશે યુવતી સામે પ્રેમનો એકરાર કર્યો હતો. તે પછી બંનેની મુલાકાત શરૂ થઈ.
 
મુલાકાત બાદ મુકેશે યુવતીને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરશે. જેનો ફાયદો ઉઠાવીને તે છેલ્લા 3 વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારપછી જ્યારે યુવતીએ તેને થોડા દિવસ પહેલા લગ્ન કરવાનું કહ્યું તો મુકેશે ના પાડી દીધી. મુકેશે કહેવા માંડ્યું કે હવે તે લગ્ન નહીં કરી શકે.
 
યુવતીએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં. તેનાથી પરેશાન યુવતીએ હવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓના ઠેકાણા પર દરોડા પણ પાડ્યા હતા. પરંતુ તે તેની જગ્યાએ ન હતો. પોલીસે હવે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.